સંતરામપુર નગરપાલિકા દ્વારા ગોધરા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે .૪.૫ કરોડનો ડ્રેનેજ પ્રોજેકટ મંજુર કરાયો હતો. વર્ષ-૨૦૨૪/૨૫ માં મંજુર થયેલા આ પ્રોજેકટમાં શઆતમાં ૫ુર્વ ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલાએ રસ્તો પહોળો કરવા, દબાણો દુર કરવા અને નડતરપ વીજપોલ ખસેડ્યા બાદ જ કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે ચીફ ઓફિસરની બદલી થતાં જ ટેન્ડરના નિયમોને નેવી મુકીને ડ્રેનેજ પ્રોજેકટનુ કામ ફરી શ કરી દેવાયુ છે ત્યારે આક્ષેપ કરાયા છે કે, મોટા રાજકિય નેતાઓના દબાણ અને મિલ્કતો બચાવવાના ચકકરમાં પાલિકા તંત્ર દબાણો દુર કરવામાં સાવ નિષ્ફળ રહ્યુ છે. હાલ ચોમાસાની સીઝનમાં જ આડેધડ કામગીરી ચાલી રહી હોવાથી આખા નગરમાં મુશ્કેલી વધી છે. જેમાં નાના-મોટા વાહનચાલકો અને નગરજનો માટે આ ચોમાસુ અગ્નિપરીક્ષા સમાન બન્યુ છે. કામગીરી અંગે અધિકારીઓની માંડીને પાલિકા પ્રમુખ સુધી વારંવાર રજુઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. જયારે શાસક પક્ષના નેતાઓ સોશિયલ મીડિયા પર એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. ચોમાસામાં કામગીરી બંધ રાખવાની માંગ સામે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.