સત્તાની સેમિફાઈનલમાં ભાજપની સુનામી, અનેક પાલિકાઓ વિપક્ષ વગરની બની,ભાજપનો પ્રચંડ વિજય થયો

ગુજરાતની ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતનું પરિણામ આજે આવ્યા છે જયારે ૨૬૦ તાલુકા પંચાયત, ૮૪ નગરપાલિકાનું પરિણામ જાહેર થયા છે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ પરિણામ એવા બદલ્યા છે કે, સમીકરણો બદલાયા છે. સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, સુરતમાં વિપક્ષ પાલિકાઓમાંથી બહાર ધકેલાયા છે. તો સુરત મહાનગરપાલિકા વર્ષો બાદ વિપક્ષ વગરની રહેશે. સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ માટે ૭ બેઠકની જરૂર હોય છે. આ વખતે સુરતમાં ફરી વિપક્ષ વગરની મનપા રહેશે. સુરત પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૪ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ ૨ માં ભાજપની પેનલની જીત થઈ છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાની હાર થઈ છે.

અમદાવાદ મહાનગરપાલિકા પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. બહુમતી માટે જરૂરી ૯૬ બેઠકોનો આંક ભાજપે વટાવી લીધો છે. જીતનો આંકડો કયા જઈને અટકે એના પર નજર છે. ગત ટર્મમાં ૧૬૦ બેઠકો કબજે કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ ૧૯૨ બેઠકોમાંથી ભાજપે ૧૫૮ બેઠકો જીતતા શહેરમાં પોતાનો દબદબો વધુ મજબૂત કર્યો છે. આ પરિણામ શહેરી મતદારો દ્વારા ભાજપના પક્ષમાં મળેલા મજબૂત જનસમર્થનને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરી વિસ્તારોમાં ભાજપની વધતી લોકપ્રિયતા આ જીતથી વધુ સ્પષ્ટ થઈ છે

ગુજરાત કોલેજ ખાતે આવેલા વોર્ડના પરિણામના લેટેસ્ટ આંકડા મુજબ, જાધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ , નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણીનગર , સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે. શાહીબાગ, અસારવા અને બોડકદેવ ભાજપની જીત થઈ છે.

ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢમાં કોંગ્રેસે બાજી મારી. ૨૧ બેઠકો સાથે નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી. ૩૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો ભાજપે જીતી લીધી છે. વોર્ડ નં ૨ માં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે. વોર્ડ નં ૨ માં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીની હાર થઈ. ડભોઈ નગરપાલિકામાં ૮ વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી. અમદાવાદમાં બહેરામપુરા કોંગ્રેસના પેનલની જીત

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીબેન રાવત અને ડો નિકુલ પટેલની કારમી હાર થઈ. વોર્ડ ૧ માં ભાજપના વોર્ડ ૧ ના કુંદનબેન ટેલર, ભૂરસિંગ રાઠવાની જીત થઈ. કાંગ્રેસના પુષ્પાબેન વાઘેલા અને અપક્ષ હરીશ પટેલની જીત થઈ

વાવ થરાદના ભાભર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ગેનીબેન પોતાનો ગઢ ન બચાવી શક્્યા. ભાભર નગરપાલિકાના કુલ ૬ વોર્ડની ૨૪ સીટ ઉપર ભાજપનો વિજય થયો છે. ૧થી ૬ વોડની તમામ પેનલ વિજેતા બની છે. ભાભર નગરપાલિકા ભગવો લહેરાયો છે. સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપનો દબદબો જાવા મળ્યો.

અમદાવાદમાં બાપુનગરમાં બીજેપીની પેનલ તૂટી. બાપુનગરમાં બીજેપીના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવારની જીત થઈ. બાપુનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જયમન શર્માની જીત થઈ. જયમન શર્માએ પ્રજાના કામ માટે ખાતરી આપી

રાજકોટ રોડ નંબર ૧૪માં ભાજપના ચારે ઉમેદવારો વિજેતા થયા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા કાર્યકરોએ ખંભે બેસાડી ઉજવણી કરી. ભારત માતાકી જય ના નારા સાથે ભાજપના કાર્યકરોએ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી. જીત બાદ ભાજપના ઉમેદવાર હિરેન ખીમાણી અને કેતન પટેલે કહ્યું કે, અમે વોર્ડ નંબર ૧૪માં વિકાસના મુદ્દા સાથે ઉતર્યા હતા. વોર્ડ નંબર ૧૪ ની જનતાએ બીજી વખત ભરોસો મૂકી અમને જીતાડ્યા તે તમામ જનતા નો ખુબ ખુબ આભાર.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ‘ગઢ આલા પણ, સિંહ ગેલા’ જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં તો ભાજપ ફરી સત્તામાં આવી ગયું છે. પરંતું અમદાવાદમાં ભાજપમાં જ્યાં સૌથી પહેલા કમળ ખીલ્યું હતું, ત્યાં જ કમળ મુરઝાઈ ગયું છે. ભાજપનો ગઢ તોડવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે.

અમદાવાદામાં ભાજપના શાસનમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસનો સૂર્ય ઉગ્યો છે, અને ભાજપના શાસનનો અસ્ત થયો છે. પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની આખેઆરી પેનલ જીતીને આવી છે. તો સરસપુરમાં પણ કોંગ્રેસ ભાજપની પેનલ તોડવામાં સફળ રહ્યું છે. અહી એક કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.

ખાડિયા એ બેઠક છે, જયાં ગુજરાતમાં ભાજપનો ઉદય થયો હતો. ઐતિહાસિક પોળ ધરાવતો આ વિસ્તાર ભાજપનો ગઢ હતો. ૧૯૮૦ માં ભાજપની સ્થાપના થયાના છ વર્ષ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌથી પહેલા ભાજપે ખાડિયા વોર્ડથી જીત મેળવી હતી. પરંતુ સમય જતા અહી મતદારોનું પલાયન થવા લાગ્યું. મૂળ અમદાવાદીઓ, જેઓ ભાજપ સાથે જાડાયેલા હતા, તેમનું સ્થળાંતર થવાથી મતદારોની સંખ્યા ઘટી હતી. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો મુદ્દો પણ લઈ આવ્યું હતું.

આભાર – નિહારીકા રવિયા આ કારણે ખાડિયા બેઠક ફરી ચર્ચામાં આવી હતી. ખાડિયા વોર્ડની ચૂંટણીમાં ભાજપે પાકિસ્તાનવાળી કરીને ચર્ચા જગાવી હતી. તેમ છતાં ભાજપના મતદારોએ કોંગ્રેસનો સાથે આપ્યો.

ભાજપ પ્રવક્તા ડા અનિલ પટેલ વાતચીતમાં ખાડિયા બેઠકની હાર અંગે જણાવ્યું કે, લોકોએ અમને ખુબ સમર્થન આપ્યું છે. ૨૦૨૧ ની સરખામણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે વધુ સીટ મેળવી છે. ખાડિયાથી અમે શરૂઆત કરી પણ આં વખતે ૭૦૦ વોટથી હાર્યા છીએ, અમે તેના ઉપર ચિંતન કરીશું.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ વખતે એક નવો રાજકીય વળાંક જાવા મળ્યો છે. જ્યાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ પોતાની હાજરી નોંધાવતા ખાસ કરીને કચ્છ વિસ્તારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કેશહેર હોય કે ગામડું.મતદારોનો મોટો વિશ્વાસ ફરી ભાજપ તરફ વળ્યો છે.મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મોટા ભાગની બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને અનેક જગ્યાએ સત્તા કબજે કરી છે. પરંતુ જીતની આ લહેર વચ્ચે કેટલાક એવા રાજકીય ઝટકા પણ લાગ્યા છે.જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.કારણ કે જ્યાં જીત નિશ્ચિત માનાતી હતી ત્યાં હાર થઈ છે અને જ્યાં વિરોધીઓ નબળા ગણાતા હતા ત્યાં ચોંકાવનારી જીત મળી છે.

સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠાના ભાભરની તો ભાભર નગરપાલિકામાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે.આ એ જ ભાભર છ જે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરનો ગઢ માનવામાં આવે છે.પરંતુ પોતાના જ ગઢમાં કોંગ્રેસને મતદારોનો સાથ મળ્યો નહીં અને ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

અરવલ્લી જિલ્લાના ઓડ બેઠક પર ભાજપે પૂર્વ આઇપીએસ અધિકારી મનોજ નિનામાને મેદાનમાં ઉતાર્યા હતા.રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી કરનાર મનોજ નિનામાની પહેલી રાજકીય ઇનિંગ જ નિરાશાજનક રહી છે.ઓડ જિલ્લા પંચાયત બેઠક પર તેમને લગભગ ૨૭૦૦ મતથી કારમી હાર મળી છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામ મોઢવાડામાં આમ આદમી પાર્ટીએ જીતનો ઝંડો લહેરાવ્યો છે.પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપના ઉમેદવાર શાંતિબેન મોઢવાડિયાએ વિજય મેળવ્યો છે.મંત્રિના ગામમાં વિરોધી પક્ષની જીત હવે ચર્ચાનો વિષય બની છે…

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ જિલ્લા પંચાયત બેઠક પર પણ મોટો ઉલટફેર થયો છે…અહીં ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો આશરે ૧૭૦૦ મતથી પરાજય થયો છે.આમ આદમી પાર્ટીના દિનેશ રૂપારેલિયાએ જીત મેળવી છે.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જાડાયા બાદ પહેલી જ ચૂંટણીમાં હાર્યા છે.

ભાજપની જીતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો કાર્યકરોએ ઢોલ નગરા વગાડીને જીતની ઉજવણી કરી હતી ફટાકડા પણ ફોંડયા હતાં અને એક બીજાને મોં મીઠા કરાવ્યા હતાં