સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ ભાજપમાં જાડાયા, આસામમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો

આસામના નાગાંવના લોકસભા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને બુધવારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને આસામ ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાની હાજરીમાં ભાજપમાં જાડાયા. આને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે રાજ્યમાં ૯ એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રદ્યુત બોરદોલોઈએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલ્યું. રાજીનામા પત્રમાં તેમણે લખ્યું, “ભારે હૃદયથી, હું કોંગ્રેસના તમામ પદો, વિશેષાધિકારો અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.”

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાડાવા અંગે, પ્રદ્યુત બોરદોલોઈએ કહ્યું, “આનું કોઈ એક કારણ નથી. હું ગૂંગળામણ અને અપમાન અનુભવી રહ્યો હતો. ૧૩ માર્ચે, આસામ ઝ્રઈઝ્ર ની બેઠક મળી. મને ખબર પડી કે ઇમરાન મસૂદ જેવા સાંપ્રદાયિક નેતાએ કહ્યું હતું કે મેં જે ઉમેદવારને પૂરા પાડ્યા હતા તેની વિરુદ્ધ ગુનાહિત સાંઠગાંઠના પુરાવા અને હું જે કંઈ બોલી રહ્યો હતો તે બધું ખોટા અને બનાવટી હતા. પાર્ટીના ટોચના નેતૃત્વની હાજરીમાં, ઇમરાન મસૂદે હિંમત કરીને કહ્યું કે પ્રદ્યુત બોરદોલોઈએ જે કંઈ કહ્યું તે બધું બનાવટી હતું. હાજર રહેલા એપીસીસી પ્રમુખ ચૂપ રહ્યા. આનાથી મને ખૂબ દુઃખ થયું.”

આ અંગે પ્રતિક્રિયા આપતા હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, “હાલના નાગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ ભાજપમાં જાડાયા છે. કોંગ્રેસ સાથેનો તેમનો ઇતિહાસ ૧૯૭૫નો છે. ભાજપમાં તેમના જાડાવાથી પાર્ટી મજબૂત થશે. અમે બધા તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. ભાજપનું આસામ એકમ કેન્દ્રીય નેતૃત્વને ભલામણ કરશે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડે. આત્મસન્માન ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે કોંગ્રેસમાં રહેવાનું કોઈ કારણ નથી. અમારું લક્ષ્ય વધુ કોંગ્રેસ નેતાઓને પાર્ટીમાં લાવવાનું છે.”

પ્રદ્યુત બોરદોલોઈ રાજ્યમાં કેબિનેટ મંત્રી રહી ચૂકવ્યા છે અને નાગાંવથી બે વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. તેમના પુત્ર, પ્રતીક બોરદોલોઈ, માર્ગેરિટા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં કોંગ્રેસ માટે આ સતત બીજા મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે થોડા સમય પહેલા આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપેન કુમાર બોરા પણ ભાજપમાં જાડાયા હતા. ચૂંટણી પહેલા બોરદોલોઈનું ભાજપમાં જાડાવાથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી શકે છે.