શંકાશીલ પ્રેમીએ ખોટોવહેમ રાખી પ્રેમિકાને દુપટ્ટા વડે ગળે ફાંસો દઈ પુરાવાનો નાશ કરવા લાશ કૂવામાં નાખી.
૧૫ વર્ષીય પ્રેમિકાને ફોન વ્યસ્ત આવવાના મામલે શંકા કરી શંકાશીલ પ્રેમીએ ગુસ્સામાં આવી પ્રેમિકાના દુપટ્ટા વડે જ પ્રેમિકાના ગળે ફાંસો આપ્યો.
ફતેપુરા તાલુકાના જગોલા ગામે સાંપ્રત સમાજ માટે બનેલી લાલબત્તી સમાન ઘટનામાં રાત્રિના સમયે પોતાના પ્રેમીને મળવા આવેલ ૧૫ વર્ષીય પ્રેમિકાને ફોન વ્યસ્ત આવવાના મામલે શંકા કરી શંકાશીલ પ્રેમીએ ગુસ્સામાં આવી પ્રેમિકાના દુપટ્ટા વડે જ પ્રેમિકાના ગળે ફાંસો આપી તેની બોડી અડધા દુપટ્ટા સાથે નજીકના એક કૂવામાં નાખી, દુપટ્ટાનો અડધો ભાગ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર તપાસ કર્તા પોલીસ પણ ચોંકી ઉઠી રાજસ્થાન ના બાસવાડા જીલ્લાના આનંદપુરી તાલુકાના ફલવા ગામના ખાખરાપાડા ફળિયામાં રહેતી ૧૪ વર્ષ -૯-માસ-૨૮-દિવસની વયની કેતનબેન જયંતીલાલ ચુનીયાભાઈ ગરાસીયાને તેનાજ ગામના માળ ફળિયામાં રહેતા શૈલેષભાઈ શામજીભાઈ પારગી સાથે પ્રેમ સંબંધ હોય બંને પ્રેમી પંખીડા બહાર અવારનવાર મળી પ્રેમ ગોષ્ઠી તેઓના પરિવારજનોની જાણ બહાર મળતા રહેતા હતા. કેતનબેન તારીખ ૨૯-૧૦-૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે પોતાના પ્રેમી શૈલેષભાઈ પારગીના કહેવાથી ફતેપુરા તાલુકાના જગોલા ગામે ડુંગર પર ત્રણ બાલના નામે ઓળખાતી જગ્યાએ તેને મળવા ગઈ હતી, તે વખતે પ્રેમી શૈલેષે કેતનબેનને, ‘તારો ફોન કેમ વ્યસ્ત આવે છે? તેમ કહી પોતાની પ્રેમિકા પર ખોટા શંકા રાખી, ‘તું મારી નહીં તો બીજાની વહેમ રાખી પણ નહીં થાય’ તેમ કહી કેતન બેનના ગળામાં ઓઢેલ દુપટ્ટોલઈ કેતનબેનના ગળામાં નાખી દુપટ્ટામાં ગાંઠ દઈ દુપટ્ટાનો એક છેડો શૈલેષે તેના પગ નીચે દબાવી બીજો છેડો હાથથી ખેંચતા કેતનબેનને ગળે ફાંસો લાગી જતા તે બેભાન થઈ ઢળી પડી હતી. જેથી કેતને મરણ ગયેલ હોવાનું વિચારી કેતનબેનની બોડીને ઉચકીને મનજીભાઈ પારગીની માલિકીના નજીક માં આવેલ રાકેશ ભાઈ ના કુવા ખાતે લઈ જઈ દુપટ્ટાથી ગળામાં બાંધી કૂવામાં લટકાવી દુપટ્ટો વચ્ચેથી પથ્થર વડે કાપી છોડી દેતા કેતનબેન કુવાના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું. જયારે શૈલેષે પુરાવાનો નાશ કરવા દુપટ્ટાનો અડધો ભાગ સળગાવી દીધો હતો. કુવા માંથી કેતનબેનની લાશ મળી આવતા ફતેપુરા પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતના ગુનાના હાથ ધરી હતી અને તપાસમાં સદર કાગળિયા કરી આગળ વધુ તપાસ મા બનાવ ખૂનનો હોવાનું સપાટી પર આવતા મરણ જનાર કેતનબેન ગરાસીયાના પિતા જયંતીલાલ ચુનિયાભાઈ ગરાસીયાએ ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ સંદર્ભે રાજસ્થાનના બાસવાડા જીલ્લાના આનંદપુરી તાલુકાના ફલવા ગામના માળ ફળિયામાં રહેતા શૈલેષભાઈ શામજીભાઈ પારગી વિદ્ધ ભારતીય ન્યાય સંહિતા આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) ૨૩૮ (એ) મુજબ ખૂનનો ગુનો નોંધી.