સંજેલી મંડળીમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો:સરકારી ભાવે વિતરણ શરૂ, 340 થેલીનો જથ્થો ઉપલબ્ધ

સંજેલી સ્થિત પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (લેન્સ મંડળી) ખાતે ખાતરનો નવો જથ્થો આવતા જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. ખેતીની મોસમમાં ખાતરની જ‚રિયાતને પહોંચી વળવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.

મંડળી દ્વારા હાલ એક મોટા વાહન દ્વારા અંદાજે ૩૪૦ થેલી ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જથ્થો ઉપલબ્ધ થતાંની સાથે જ ખેડૂતોને પારદર્શક રીતે ખાતર મળી રહે તે માટે આધાર કાર્ડ અને પોસ (POS) મશીન પર ફિંગરપ્રિન્ટ લઈને સરકારી ભાવે વિતરણની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી.

મંડળીના સેક્રેટરી શંકરભાઈ તેરસિંગભાઈ બારીયાની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ ખાતર વિતરણની સંપૂર્ણ કામગીરી સુચા‚ રીતે હાથ ધરવામાં આવી હતી. સંચાલકો દ્વારા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી તમામ ખેડૂતોને યોગ્ય રીતે વિતરણ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જોકે, ખેડૂતોએ માંગ કરી છે કે જો મંડળીને પૂરતા પ્રમાણમાં સતત જથ્થો મળતો રહે તો તેમને હાલાકી ભોગવવી ન પડે. આ સાથે જ સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે કે સંજેલી ખાતે આવેલા અન્ય ખાનગી એગ્રો સેન્ટરો અને દુકાનો પર પણ ખાતરના જથ્થાની કડક તપાસ કરવામાં આવે.

ખેડૂતોએ કૃષિ વિભાગ દ્વારા તપાસની માંગ કરી છે કે, કોઈ એગ્રો સંચાલક દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવા, કાળાબજારી કરવા કે વધુ ભાવ પડાવવાના ઈરાદાથી ખાતરની સંગ્રહખોરી (સ્ટોક) તો નથી કરવામાં આવી ને. તમામ એગ્રો સેન્ટરો પરથી જો સતત નિયમિત ભાવે ખાતરનું વિતરણ શ‚ રાખવામાં આવે તો જ સામાન્ય ખેડૂતોને મોટી રાહત મળશે.

હાલ તો મંડળી ખાતે લાઈનમાં ઊભેલા પુ‚ષ અને મહિલા ખેડૂતો પોતાની વારીની રાહ જોઈને ખાતર મેળવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તાલુકાભરમાં ખાતર પુરવઠો સુચા‚ જાળવી રાખવામાં આવે તેવી ખેડૂત આલમ ઈચ્છી રહી છે.