સલીમ ખાનનું હેલ્થ બુલેટિન જાહેર, ડોક્ટરે કહૃાું- ’મિનિમલ બ્રેન હેમરેજ હતું, કોઇ સર્જરી કરવામાં આવી નથી

સલીમ ખાનનાં સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં લોકો દુઃખી થયા છે. મંગળવારનાં રોજ સવારે એવી ખબર સામે આવી હતી કે દિગ્ગજ લેખકને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સલમાન ખાન, અરબાઝ, સોહેલ અને પરિવારનાં બીજા સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે ત્યારપછી અનેક પ્રકારની અફવાઓએ જોર પકડ્યું છે. આમ, કેટલાક લોકો સલીમ ખાનની સર્જરી કરવી પડી એમ કહી રહ્યાં છે તો અનેક લોકો સલીમ ખાનની હાલત ગંભીર છે એમ જણાવી રહ્યાં હતા. જો કે હોસ્પિટલનાં સ્ટાફ અને ડોક્ટરોએ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકીને સ્પષ્ટતા કરી છે.

બુધવારનાં રોજ સવારે ડો. જલીલ પારકરે ઓફિશિયલી રીતે નિવેદન આપતા જણાવ્યું કે, સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને જે અફવાઓ ફેલાઈ રહી છે એ તદ્દન રીતે પાયાવિહોણી છે. ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે, સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું જેની સારવાર માટે એક વિશેષ પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ડોક્ટર્સની ટીમે ડીએસએ નામનો એક બેઝિક મેડિકલ ટેસ્ટ અને પ્રોસિજર કરી, જે પૂરી રીતે સફળ રહી છે. આ એક ડાયગ્નોસ્ટીક પ્રક્રિયા હોય છે જેને કોઈ પણ પ્રકારની ઓપન સર્જરી કહી શકાય નહીં. આ સ્પષ્ટીકરણ પછી બધી જ અફવાઓ પર વિરામ લાગી ગયો છે. સલમાન ખાનનાં પિતા અને દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટર પારકર અનુસાર હાલમાં સલીમ ખાનને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, પરંતુ આ માત્ર રિકવરી પ્રક્રિયાને સરળ બનાવવા માટે છે. ડોક્ટરને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે તો આજે તેમજ કાલે વેન્ટીલેટર પરથી લઈ લેવામાં આવશે. ચાર વિશેષજ્ઞ ડોક્ટરોની એક ટીમ ચોવીસ કલાક તેમની દેખરેખ કરી રહી છે.

સલમાનનાં ફેન્સ જલદી ઠીક થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હોસ્પિટલની બહારથી અનેક વીડિયો સામે આવી રહ્યાં છે. સંજય દત્ત અડધી રાત્રે સલીમ ખાનની ખબર કાઢવા માટે લીલાવતી હોસ્પિટલ ગયો હતો. આ સાથે જાવેદ અખ્તર પણ પહોંચ્યા હતા. બન્નેએ એક સમયે ઘણો સમય સાથે વિતાવ્યો હતો. આ સાથે ટોપનાં અનેક સ્ટાર્સ પણ સલીમ ખાનની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.