સંખેડા પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં દારૂ પકડ્યો : લોટીયા ચોકડી પાસે XUVમાંથી દારૂ-બિયર ઝડપાયા,રૂ.૧૨.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

સંખેડા પોલીસે લોટીયા ચોકડી નજીકથી એક XUV ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.૧૨,૧૯,૭૯૭નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને બિયર ઉપરાંત ઉપયોગમાં લેવાયેલી ગાડીનો પણ સમાવેશ થાય છે. જોકે, ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના સંખેડા તાલુકાના લોટીયા બસ સ્ટેન્ડ પાસે બની હતી. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે, જેને રોકવા માટે જિલ્લા પોલીસ સતર્ક છે.બાતમીના આધારે સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ લોટીયા ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેમને માહિતી મળી હતી કે એક ડઞટ ગાડીમાં વિદેશી દારૂ અને બિયર લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે લોટીયા ચોકડી પાસે નાકાબંધી ગોઠવી હતી.નાકાબંધી દરમિયાન,GJ-01-HZ-૭૧૩૫ નંબરની XUV ગાડીને રોકવામાં આવી હતી. તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દા‚ના પ્લાસ્ટિકના કોટરીયા અને બિયરના ટીન સહિત કુલ ૧૫૩૫ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા દા‚ની કિંમત રૂ.૭,૧૯,૭૯૭ અને ઉપયોગમાં લેવાયેલી ફોરવ્હીલર ગાડીની કિંમત ‚.૫,૦૦,૦૦૦ આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ ‚.૧૨,૧૯,૭૯૭નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ચેસીસ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.