બોડેલીમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ

બોડેલી પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ પી.આઇ. પ્રિયાંક બરંડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ સાથે પીઆઇ પ્રિયાંક બરંડા પણ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. આનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો.