સંખેડાના પાણીયાપુરા-1પ્રા.શાળાનો 32માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ

સંખેડા તાલુકાના નર્મદા વસાહત પાનિયાપુરા-1 પ્રાથમિક શાળાનો 32મો સ્થાપના દિન રવિવાર 30 નવેમ્બરે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંખેડા 139 વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં બહાદરપુર ગામના સરપંચ ભૌમિકભાઈ, બી.આર.સી વિમલભાઈ, સી.આર.સી મનોજભાઈ, ગ્રુપાચાર્ય મહેશભાઈ, તાલુકા સદસ્યઓ, ભૂતપૂર્વ સરપંચઓ, ભૂતપૂર્વ શિક્ષકઓ, શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય હૃદયકાંતભાઈ, શાળા સ્ટાફ, તેમજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્થાપના દિન નિમિત્તે મહાનુભાવોની હાજરીમાં ગામના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફ, એસએમસી સભ્યો અને ગ્રામજનોએ સક્રિય યોગદાન આપ્યું હતું.