સંખેડાની લોટીયા ચોકડી પાસે પાંચ ઝરખ દેખાતા ખેડુતોમાં ભય

સંખેડા તાલુકાના લોટીયા ચોકડી નજીક રાત્રિના સમયે એક સાથે પાંચ ઝરખ જોવા મળતા ખેડુતોમાં ચિંતા ફેલાઈ છે. આ બાબતે વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને સાવચેતી રાખવા તાકિદ કરાઈ છે. પગના નિશાન પરથી આ બાબતેની ઓળખ છતી જવા પામી હતી.

ગામમાં ઝરખ જોવા મળ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગ અને બહાદરપુરની એનિમલ ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. તેમજ સ્થળ પર નિરીક્ષણ કરી ખેતરમાં પડેલા પગના નિશાન પરથી ઝરખની ઓળખ છતી થઈ હતી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝરખના પગની આંગળીઓ, નખના નિશાન અને પહોળા પંજાથી ઓળખી શકાય છે. વન વિભાગે આ બાબતે ખેડુતોને સાવચેતી રાખવા તાકિદ કરી હતી.