સંજેલીના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મેરીટમાં ત્રીજા નંબરે આવેલ મહિલાની સાસુએ દવા પીવાની ધમકી ઉચ્ચારી

સંજેલી તાલુકાના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતીને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. આ ભરતીમાં ઓર્ડર મેળવનાર સંગીતાબેન બામણીયાને મેરિટમાં ત્રીજા નંબર રહેલા સ્થાનિક ઉમેદવાર મનીશાબેન ડામોરના પરિવાર દ્વારા છેલ્લા ચાર દિવસથી હાજર થવા દેવામાં આવતા નથી. વિરોધ દરમિયાન મેરિટમાં ત્રીજા નંબરે આવેલી મહિલાના સાસુ કવિતાબેન આંગણવાડીના દરવાજે ઉભા રહીને ઓર્ડર મંગાવનાર તેડાગરને ધમકાવતા હાથમાં દવાની બોટલ લઈને તે પી જવાની ધમકી આપી હતી. વિરોધ કરનાર પક્ષનો દાવો છે કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આંગણવાડી કેન્દ્રની સેવા સાથે જોડાયેલા છે. અને આંગણવાડી કેન્દ્ર તેમની જમીનમાં આવેલુ છે. તેથી તેઓ બીજા કોઈને હાજર થવા દેશે નહિ. તેઓ ભરતી રદ્દ કરી ફરીથી જાહેરાત પાડવાની માંગ કરી રહ્યા છે. ઓર્ડર મેળવનાર સંગીતાબેને કાયદાકિય મદદ માટે પોલીસને જાણ કરી હતી. પોલીસે બે દિવસ સુધી મહિલા પોલીસ વિના જ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે અરજી લીધા બાદ બીજા દિવસે વિવાદનો ઉકેલ લાવવાને બદલે ઓર્ડર મેળવનાર સંગીતાબેનને આંગણવાડી કેન્દ્ર તમારા ધરે ચલાવો કહીને રવાના થઈ ગઇ હતી.