
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી કિશોરીને પેટમાં ગાંઠ હોવાનું જણાતા યુવતીનું ખાનગી હોસ્પિટલમાં બે મહિના પહેલા જ સર્જરી કરવામાં આવી હતી. જે બાદ પણ યુવતીને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હોઈ ફરી અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયું હોવાનું જણાયું હતું. જે બાદ સર્જરી કરી કોટનનું કપડનું બહાર કાઢવામાં આવ્યું હતું. જે બાદ યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીનું દિવાળી પહેલા પેટમાં ગાંઠ હોઈ સોમા તળાવ હર્ષલ હોસ્પિટલમાં સર્જરી કરી ગાંઠ બહાર કાઢી હતી.ઓપરેશન દરમ્યાન તબીબની ભૂલથી પેટમાં કોટનનું કપડું રહી જતા એક અઠવાડિયા પછી બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો.
જે બાદ પરિવારે બાળકીને મકરપુરા વિસ્તારમાં ખાનગી હોસ્ટિલમાં બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. જ બાદ તબીબે બાળકીને પેટના ભાગની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમા માલુમ પડ્યુ કે બાળકીના પેટમાં સર્જરી દરમ્યાન એક કોટનનું કપડું રહી ગયું હતું. ડોક્ટર દ્વારા ભૂલ થયાનું સ્વીકારી રૂ.૧.૭૦ લાખ ચૂકવી ફરી સર્જરી કર્યા બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન આવતા આજે બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ કપુરાઈ પોલીસ મથકમાં હર્ષલ હોસ્પિટલના તબીબ સામે અરજી આપી છે. જેમાં ડો. વિજયસિંહ રાજપૂતની સામે ફરિયાદ દાખલ કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ ઓપરેશનમાં બેદરકારી દાખવનાર તબીબ હાલ ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં ડોક્ટરની બેદરકારીથી સગીરાના મોત મુદ્દે કોટન કાઢનાર ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર રક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પેટમાં ભૂલથી રહી ગયેલું કોટન બહાર કાઢ્યું હતું. કોટનનો ટુકડો દર્દીના આંતરડામાં ઘુસી ગયો હતો. એક મહિના પહેલા જુનું ઓપરેશન થયેલું હોવાથી ઈન્ફેક્સન વધી ગયું હતું. ઓપરેશન કર્યા પછી પણ તબિયત સ્થિર ન થઈ. રિકવરી પીરિયડ દરમ્યાન જ દર્દીનું મોત થયું છે.
સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા મારી ડોક્ટર ફરાર થઈ ગયા છે. ડોક્ટરની બેદરકારીથી દીકરીનું મોત નિપજ્યું છે. ઘટના પછી ડો. વિજયસિંહ રાજપૂત હોસ્ટિલને તાળા મારી ફરાર થઈ ગયો છે. દર્દીના ઓપરેશન પછી પેટમાંથી કોટન કાઢવાનું ડોક્ટર ભૂલી ગયા હતા. દીકરીને દુ:ખાવો થતાં પરિવારે અન્ય ડોક્ટર પાસે રિપોર્ટ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આંતરડામાં ઈન્ફેક્શનના લીધે દિકરીએ જીવ ગુમાવ્યો છે.