
રશિયાએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પોતાના વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. ‘બાર એન્ડ બેન્ચ‘ના અહેવાલ મુજબ, ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂએ જણાવ્યું છે કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ટ્રિબ્યુનલમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. ટ્રિબ્યુનલ યુક્રેનની સરકારી માલિકીની બેંક, ઓશાદબેંક દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને બેંકના સંચાલન પર લશ્કરી કાર્યવાહીની કથિત અસર અંગે લાવવામાં આવેલા વિવાદની સુનાવણી કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, આ કેસ યુક્રેનના ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝયા પ્રદેશોમાં તેની સંપત્તિ અને વ્યવસાયિક કામગીરી પર ઓશાદબેંકના દાવાઓ સાથે સંબંધિત છે. બેંકનો દાવો છે કે ૨૦૨૨ માં રશિયાના મોટા પાયે આક્રમણ અને ત્યારબાદ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીને કારણે તેણે આ સંપત્તિ અને કામગીરી ગુમાવી દીધી હતી.અહેવાલમાં જણાવાયું છે કે યુક્રેનની સરકારી માલિકીની “ઓશાદબેંક” સાથે કરોડો ડોલરના મોટા રોકાણ વિવાદમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને તેના મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ અનુસાર, આ વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના પરિણામે થયેલા નુકસાન સાથે સંબંધિત છે. ઓશાદબેંકનો આરોપ છે કે ૨૦૨૨ માં રશિયાના સંપૂર્ણ પાયે લશ્કરી આક્રમણ અને ત્યારબાદ રશિયા દ્વારા કબજા બાદ યુક્રેનના દક્ષિણપૂર્વીય પ્રદેશોમાં તેની સંપત્તિઓ અને બેંકિંગ કામગીરીને નોંધપાત્ર નુકસાન થયું હતું.બેંકના સીઈઓના જણાવ્યા મુજબ, યુદ્ધને કારણે બેંકને આશરે ઇં૪૬૦ મિલિયનનું નુકસાન થયું છે, જેમાં ૩૭૯ મિલિયનનું સીધું નુકસાન પણ સામેલ છે. આ કાનૂની લડાઈ રશિયા અને યુક્રેન વચ્ચે ૧૯૯૮ના દ્વિપક્ષીય રોકાણ કરાર હેઠળ લડાઈ રહી છે. બેંકનો દાવો છે કે રશિયાએ આ કરારનું ઉલ્લંઘન કર્યું છે.