
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ચૂંટણી રેલી દરમિયાન, બહુજન સમાજ પાર્ટીના રાષ્ટÙીય સંયોજક આકાશ આનંદે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ બંનેને “કાકા” કહીને સંબોધ્યા.
અખિલેશ યાદવ દ્વારા બસપાના વડા માયાવતીને “બુઆ” કહેવા અંગે પૂછવામાં આવતા, આકાશ આનંદે સ્પષ્ટતા કરી કે તેઓ અખિલેશ યાદવને પોતાનો ભાઈ નહીં માને; તેઓ હજુ પણ તેમને “કાકા” કહેશે.રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા આકાશ આનંદે કહ્યું કે “કાકા રાહુલ” ઘણીવાર બાબા સાહેબ ડા. ભીમરાવ આંબેડકર અને દલિત અધિકારો વિશે વાત કરે છે, પરંતુ તેઓ જે નીતિઓનો વિરોધ કરે છે તે જ નીતિઓ એવા રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. તેમણે દાવો કર્યો કે જનતા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ ખાસ તફાવત નથી.
બસપા નેતા આકાશ આનંદ દ્વારા સપા પ્રમુખને “કાકા” કહેવા અંગે અખિલેશ યાદવે કહ્યું, “આ ચર્ચાનો વિષય નથી. મને કંઈ કહેવા માટે મજબૂર ન કરો. અમારા ઘણા લોકો સાથે સારા સંબંધો છે. સ્પર્ધા દિલ્હી અને યુપીના લોકો સાથે છે.”
સપા પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ માટે પૈસા ધર્મ છે. ભાજપ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો જવાબ આપી રહી નથી. સરકાર ચર્ચાથી ભાગી રહી છે. અખિલેશ યાદવે કહ્યું કે શિક્ષણ, પરીક્ષાઓ અને શ્રી રામ મંદિરમાં પ્રસાદની ચોરી એકબીજા સાથે જાડાયેલા છે. અમે ઇચ્છીએ છીએ કે બંને મુદ્દાઓ પર ચર્ચા થાય. સરકારે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થતી ક્રૂરતાનો જવાબ આપવો જાઈએ. મંગળવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા અખિલેશે કહ્યું કે ભાજપના ભૂગર્ભ અને નોંધણી વગરના સાથીઓ શિક્ષણ-પરીક્ષા અને રામ મંદિરમાં આપવામાં આવેલા દાનની ચોરી સાથે જાડાયેલા છે.
તેમણે કહ્યું કે બધાએ જાયું કે અયોધ્યામાં રામની સંપત્તિ લૂંટાઈ હતી. પૈસા કોથળીઓમાં ભરીને કાઢવામાં આવ્યા હતા. પૈસા કોથળીઓમાં મળી આવ્યા હતા. ભાજપ સરકારે સમાજના દરેક વર્ગ સાથે છેતરપિંડી કરી છે. અનામત લૂંટાઈ ગઈ છે. યુવાનોને નોકરીઓ અને રોજગારી મળી રહી નથી.