
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૯૮૫થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો જોડાય હતાં આ રથયાત્રા જુના અને નવા સેક્ટરો થઈને બપોરે સે-૨૯ જલારામ મંદિર મોસાળમાં પહોંચી હતી અન્ો અહીં વિરામ કર્યા બાદ ફરી રથયાત્રા જુના સેક્ટરોમાં થઈને નિજ મંદિર પરત ફરી હતી
ગાંધીનગરમાંની રથયાત્રા અગાઉ ૩૫ કિલોમીટરનું અંતર હતું પરંતુ કેટલાક રસ્તાઓ બંધ થવાના કારણે હવે રથયાત્રા ૨૯ કીલોમીટરની થઈ ગઈ હતી પંચદૃેવ મંદિરથી રથયાત્રા નીકળી ત્યારે માર્ગો ઉપર જય જગન્નાથનો નાદ સાંભળવા મળતો હતો. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે સવારથી જ માર્ગોની બન્ને બાજુ ભક્તોની ભીડ જોવા મળી અને નગરના માર્ગો જય રણછોડ… માખણ… ચોર.. ના નાદથી ગુંજી ઉઠ્યો હતો . આ રથયાત્રાનું ગાંધીનગરના નગરજનો તેમજ વેપારી મંડળો, વસાહત મંડળો, કોર્પોરેટરો, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું
ગાંધીનગરની ૪૨મી રથયાત્રા પરંપરાગત ટ ઉપર પરિભ્રમણ કરશે. સવારે ૭:૩૦ વાગે આરતી-પૂજા કર્યા બાદ રથયાત્રા સે-૨૨ પંચદૃેવ મંદિૃરથી પ્રયાણ કર્યું અને આગળ વધી હતી અન્ો યાત્રા ગ્રંથાલયથી શાકમાર્કેટ થઇને સાંજે ૭:૩૦ વાગે રથયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી.