નિઝામપુરા વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

શહેરમાં અષાઢી બીજના પાવન પર્વની ઉજવણીને લઈને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યા હતો શહેરના નિઝામપુરા વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૨ વર્ષથી મકવાણા પરિવાર અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આ વિશિષ્ટ રથયાત્રાનું સતત આયોજન કરવામાં આવે છે, જે દર વર્ષે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ રોડ પરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના અલગ-અલગ સુશોભિત રથ સાથે નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રથયાત્રાને આધુનિક ટેક્નોલોજી સાથે જોડતી આ રોબોટિક રથયાત્રાએ મોટી સંખ્યામાં સ્થાનિકો અને હરિભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. રથયાત્રા દરમિયાન ભગવાનના મનમોહક દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહૃાા હતા.

સમગ્ર યાત્રા દરમિયાન “જય જગન્નાથ”ના ગુંજતા નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હરિભક્તોએ ભગવાનના દૃર્શન કરી આશીર્વાદૃ મેળવ્યા હતા. અનેક સ્થળોએ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત તમામ વયના લોકો આ ધાર્મિક યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આયોજકોના જણાવ્યા મુજબ, ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તિભાવ વધે અને નવી પેઢી પણ ધાર્મિક પરંપરાઓ સાથે જોડાય તે હેતુથી છેલ્લા ૧૨ વર્ષથી આ અનોખી રોબોટિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે રથની સજાવટ અને આયોજનમાં કંઈક નવીનતા ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે આ રથયાત્રા સ્થાનિક સ્તરે આગવી ઓળખ ધરાવે છે. રથયાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા માટે જ‚રી આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. નિઝામપુરામાં યોજાયેલી આ અનોખી રોબોટિક રથયાત્રાએ પરંપરા અને આધુનિકતાનો સુંદૃર સમન્વય રજૂ કર્યો. ભગવાન જગન્નાથના જયઘોષ સાથે નીકળેલી આ ભવ્ય યાત્રાએ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જ્યો.