અમદાવાદ શહેરની રથયાત્રાની સાથે.. સાથે..

અમદાવાદ શહેરમાંથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળી હતી આ રથયાત્રાના પાવન અવસર પર એક કરુણ ઘટના સામે આવી છે. રથયાત્રામાં ભાગ લેવા માટે લાવવામાં આવેલી ’લક્ષ્મી’ નામની હાથણીનું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જે ગજરાજના આગમનથી રથયાત્રામાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ સર્જાયો હતો, તે જ ગજરાજના અચાનક નિધનથી આયોજકો અને ભાવિકો સ્તબ્ધ બની ગયા છે.

હાથણીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં તંત્રે તપાસ શ‚ કરી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા માટે જ‚રી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ’લક્ષ્મી’ના નિધનથી ભાવિકોમાં પણ ભારે દૃુ:ખની લાગણી જોવા મળી રહી છે.

આયોજકોએ હાથણીની દૃફનવિધિ સન્માનપૂર્વક કરવાની તૈયારી હાથ ધરી હતી તેની યાદૃમાં ગણેશ મંદિૃર બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી ’લક્ષ્મી’ની સ્મૃતિ ચિરંજીવ રહી શકે.