ભારત ભરમાં ડિજિટલ અરેસ્ટ, ફેક ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ્સ અને અન્ય સાયબર ફ્રોડની મદદથી ગઠિયાઓ નાણાં મેળવતા હતા. આ ફ્રોડના પૈસા સીધા વિદેશમાં મોકલી શકાતા નહોતા. તેથી તેને સફેદ કરવા માટે કમલેશ અને સાગર સેન નામક યુવકોએ 270 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પુરા પાડ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ માત્ર છેતરીએ મેળવેલા નાણાં જમાં કરવા માટે થતો હતો. ભોગ બનેલા લોકો પાસેથી પડાવેલી કરોડોની રકમ આ ખાતાઓમાં વહેંચાઈને જમાં થતી હતી. જયારે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાં જમાં થઈ જતાં ત્યારે દે.બારીઆના રાહુલ અગ્રવાલનુ કામ શરૂ થતુ હતુ. રાહુલની ભુમિકા એક ફાયનાન્સિયલ ઓપરેટરની હતી. રાહુલની મુખ્ય કામગીરી હતી મની લોન્ડરીંગ. તે માટે રાહુલ આંગડિયા પેઢી પણ ખોલી રાખી હતી. પરંતુ તે આ પેઢીને ખુલ્લેઆમ ચલાવતો ન હતો. રોકડમાં રૂપાંતર થયેલા આ નાણાંને રાહુલ મુખ્ય સુત્રધારો સુધી પહોંચાડવા માટે આંગડિયા પેઢીના માઘ્યમનો ઉપયોગ કરતોહતો. તપાસ એજન્સીઓના અહેવાલો મુજબ આ સમગ્ર નેટવર્કનુ મુખ્ય સુત્રધારણ દુબઈથી થતુ હતુ. જયાં મુખ્ય આરોપી આમીર હાલાણી બેઠો હતો. રાહુલ આંગડિયા દ્વારા મેળવેલા નાણાં આમીર હાલાણીના નિર્દેશો મુજબ સાજીદ, સોહેલ અને અમીનને મોકલતો હતો. આ અન્ય આરોપીઓ નાણાંને કાયદેસર બતાવવા માટે સ્ક્રેપના ધંધાની આડ લેતા હતા. તપાસમાં બહાર આવ્યુ કે, તેને દરેક ટ્રાન્ઝેકશન પર 1 ટકા કમિશન મળતુ હતુ.