
તા.૧૪/૦૭/૨૦૨૬ મંગળવારના રોજ ૧૧.૦૦ કલાકે વોર્ડ નં.૫ના સામાન્ય સીટના ભાજપના ઉમેદવાર વિપુલ પટેલે પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય એવા બચુભાઈ ખાબડના નેજા હેઠળ નગર પાલિકાની પેટા ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીની શહેરની કાર્યાલયથી એક વિશાળ બાઈક રેલીના સ્વપે વાજતે ગાજતે દે.બારીયાના એસ.ડી.એમ. ફોર્મ અર્પણ કરાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયાના ધારાસભ્ય માટે પાલિકાની પેટા ચુંટણી જીતીને બતાવી તે આ વખતે ચેલેન્જ સાબિત થાય તો નવાઈ નહિ. કારણ કે, ભાજપની હાલની કાર્યકારી બોડીમાં બે જુથો પડેલા હતા અને છે. તેઓ સાંધી સાંધીને કેટલાને સાંધશે તેમાં વધારાની મોકાણ એ છે કે, ભાજપની બોડીએ વિકાસના કાર્યો એવા કરીને બતાવ્યા પણ નથી કે તેઓ તેના આધારે જનતાના સમક્ષ વોટ માંગી શકે ૧૦ વર્ષના સમય બાદ પણ શહેર માંથી પસાર થતો સ્ટેટ હાઈવે માત્ર રીપેર કરાયો સામે આવતી પેટા ચુંટણીના લીધે તેમજ ગલાલીયા કુવા થી રામજી મંદિરથી લઈને જુની પોલીસ લાઈન સામે સ્ટેટ હાઇવેને જોડતો આર.સી.સી.નો રોડ હાલમાં અધુરો છે. તેનું કાર્ય પુરુ કરાયું નથી. કોઈને પડી નથી. બધાં જ મળેલા છે તેવું શહેરીજનોમાં આક્રોષ છે વાત કરીયે ઈન્ડીયા ગઠ બંધનની તેમાં પણ કોઈ હકીકત દેખવા મળતી નથી. ફોર્મ પરત ખેંચવાની તારીખે જાણી શકાશે, કેટલા પક્ષોના મુરતીયાઓએ લડી લેવાના મૂડમાં છે. તા.૧૪/૦૭/૨૦૨૬ના મંગળવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પણ ૧૧.૦૦ કલાકે કુલ ફોર્મ ૧૦૦ને પાર થઈ ગયાના અહેવાલ મળી રહયા છે. માત્ર છ પેટા ચુંટણીની ખાલી બેઠકો માટે ૫૦ ટકા ફોર્મ ખેંચાઈ જાય કે રદ થઈ જાય તો પણ છ બેઠકો માટે ૫૦ ટકા ઉમેદવારો તો મેદાનમાં રહેવાના છે. જેથી આ પેટા ચુંટણીમાં ખાસ કરીને વોર્ડ નં.૧ અને પાંચમાં ખરાખરીનો જંગ જામવાનો છે. તેમાં બે મત નથી.