પંચમહાલ પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા જઘૠ અને પેરોલ ફર્લો સ્કવોર્ડે અલગ-અલગ બે કેસમાં સફળતા મેળવી છે.
પ્રથમ કાર્યવાહીમાં, ગોધરાSOG પોલીસ ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે, કોઠી ત્રણ રસ્તા પાસેથી એક શખ્સને ચોરીની ઈઉ ડીલક્સ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ ફાલ્ગુન મહેન્દ્રભાઈ માછી (રહે. સાધરા, તા. શહેરા, જી. પંચમહાલ) તરીકે થઈ છે.
પોલીસે તેની પાસેથી આશરેરૂ ૧૫,૦૦૦ની કિંમતની મોટરસાયકલ કબજે કરી છે. આરોપી અને મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
બીજી કાર્યવાહીમાં, પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પકડ્યો છે.
પોલીસને માનવ સ્રોત અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મુકેશકુમાર કાભસિંહ મકવાણા (રહે. ધાણીત્રા ખલાપુરી, તા.ગોધરા, જી.પંચમહાલ) હાલ જામજોધપુર, જામનગર ખાતે મજૂરી કામ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે જામજોધપુર જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અને ભોગ બનનારને વધુ કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ બંને કાર્યવાહી દ્વારા પંચમહાલ પોલીસે ગુનાખોરીને અંકુશમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.