પંચમહાલ જીલ્લાના ખેડૂતો માટે જીલ્લા અંદરનો પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ યોજાયો GNFSU હાલોલ ખાતે જીલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી.

પંચમહાલ જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે હેતુથી રવિ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ હેઠળ જીલ્લાના તમામ 7 તાલુકામાંથી 50-50 મળી કુલ 350 ખેડૂત ભાઈઓ-બહેનોએ આ પ્રવાસમાં ભાગ લીધો હતો.

આ પ્રવાસ અંતર્ગત ખેડૂતોએ હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU)ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય આશય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે સંપૂર્ણપણે માહિતગાર કરવાનો હતો.

GNFSU ખાતે ખેડૂતોને યુનિવર્સિટીના મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં વિવિધ પ્રાકૃતિક કૃષિના આયામોનું નિદર્શન થઈ રહ્યું છે. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિષયો સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.રશ્મિકાન્ત ગુર્જર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકો બિનલબેન ગજેરા અને રવિના અમીપરા, તેમજ ડો. હિતેશ્ર્વરી કોરાટ દ્વારા ખેડૂતોને મૂલ્યવાન માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિની સાથે આદર્શ પશુપાલનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ડેરી વિભાગના વેજલપુરના ભાવિન પટેલે આદર્શ પશુપાલનની માહિતી આપી દૂધ ઉત્પાદન વધારવાની ચાવીઓ, પશુ રહેઠાણની વ્યવસ્થા અને રોગ-જીવા