વેજલપુર બહુચર્ચિત મનરેગા કામોની સ્થળ તપાસ શરૂ કરતાં કૌભાંડીઓમાં ભયનો માહોલ

વેજલપુરમાં મનરેગા યોજના હેઠળ અનેક કામો થાય છે માત્ર કાગળ પર.

વેજલપુર પંચાયતના કામોના વિકાસના કામોની તપાસો સામે કાર્યવાહી ખોરંભે ચડી ત્યારે મનરેગાની કામોની ગેરરીતિમાં ફરિયાદ થશે ખરી ?

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગાના 25 જેટલા કામોમાં આચરવામાં આવેલ ગેરરીતિ માટે તપાસની માંગ કરાઈ હતી. વેજલપુર પંચાયતના મનરેગાના કામોની સ્થળ તપાસ ગોધરા તાલુકા પંચાયત અધિકારી અને કાલોલ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. વેજલપુર ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિની અગાઉ પણ ટીમો દ્વારા મનરેગાના કામોની હાલની જેમ તપાસો થઈ હતી. પરંતુ વેજલપુર પંચાયતના વિકાસના કામોની ગેરરીતિની તપાસમાં સત્યતા સામે આવે તે પહેલા વહીવટી કરીને તપાસને ખોરંભે ચડવાઈ દેવાયેલી છે. ત્યારે હાલ મનરેગાના કામોની ગેરરીતિની તપાસ બાદ નકકર કાર્યવાહી કરાશે ખરી તેવા પ્રશ્ર્નો પણ ઉઠી રહ્યા છે.

કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના 25 જેટલા કામોમા ગેરરીતિ આચરવામાં આવેલ હોય આ બાબતે કાલોલ તાલુકા પંચાયત સભ્ય સલીમભાઇ કડીયા દ્વારા લેખિત રજુઆત કરીને મનરેગાના કામોની તપાસ માટે માંગ કરી હતી. વેજલપુર પંચાયતના મનરેગાના 25 જેટલા કામોની સ્થળ તપાસ માટે ગોધરા તાલુકા પંચાયત અધિકારીઓ તેમજ કાલોલ તાલુકા પંચાયત અધિકારી, કર્મચારીઓની ટીમે સ્થળ તપાસ હાથ ધરીહતી. મનરેગા યોજના અંતર્ગત કામોની નિરીક્ષણ કરતી તપાસ ટીમના અધિકારીઓ પણ સ્થળ તપાસ કરતા ચોકી ગયા હતા. વેજલપુર પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગતના 14 માટી મેટલના કામો, 8 સીસી રોડ અને 3 પેવર બ્લોકના કામો મળી 25 કામોની તપાસ કરી હતી. તપાસ ટીમ દ્વારા કામોના માપ તેમજ કેટલી હલ્કીકક્ષાનું મટીરીયલ્સ વાપર્યું તેનું નિરીક્ષણ કર્યું હતું. હાઈવે રોડની મહાદેવ મંદિર થઈ નદી સુધીના સીસી રોડ તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ સીસી રોડનું લેવલીંગ ન હોવાથી મંદિર પાસે ઢીંચણ સમા પાણી જોવા મળ્યું હતું. તેમજ કેટલાક કામો માપતાલ કરતાં ઓછું જોવા મળ્યું હતું. તપાસ અધિકારીઓ પણ કામોની ગુણવતાને લઈ અફસોસ વ્યકત કર્યા હતા. મનરેગા કામોની તપાસમાં 50 ટકા જેટલું કામ સ્થળ પર થયેલ નથી. ત્યારે મનરેગા યોજનાના 25 જેટલા કામોની તપાસ માટે ગોધરા તાલુકા અને કાલોલ તાલુકા પંચાયત અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરી તેનો રિપોર્ટ તૈયાર કરશે પરંતુ મનરેગા યોજનાના કામોમાં થયેલ ગેરરીતિ ભ્રષ્ટાચાર અંગે તપાસ ટીમના અભિપ્રાય બાદ કાર્યવાહી કરાશે ખરી તેવા પ્રશ્ર્નો વેજલપુર ગામના ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે. વેજલપુર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર મામલે અગાઉ પણ અનેક તપાસો અધિકારીઓ દ્વારા કરાઈ છે, પરંતુ પણ વિકાસના કામોમાં ગેરરીતિ ભ્રષ્ટાચારમાં કોઈ કાર્યવાહી થાય તે પહેલા અમુક અગ્રણી ગણાતા માથાઓ તપાસનો રેલો પોતાનું સુધી આવે તે પહેલા અધિકારીઓ સાથે મળી વહીવટ કરીને વિકાસના કામોના કૌભાંડની તપાસો ખોરંભે ચડાવી દીધી હોય તેવા અનેક વેજલપુર પંચાયતનો કિસ્સો છે. ત્યારે હાલમાં 25 જેટલા મનરેગા કામોની તપાસ માટે ગોધરા તાલુકા પંચાયત અધિકારી અને કાલોલ તાલુકા પંચાયત અધિકારીઓના કર્મચારીઓની ટીમ રિપોર્ટમાં મનરેગા કામોની ગેરરીતિ ભ્રષ્ટાચારનો રિપોર્ટ તૈયાર કર્યા પછી પણ કાર્યવાહી થશે કે પછી પહેલાની જેમ રજુઆત બાદ તપાસ કર્યા પણ કાર્યવાહી કરાશે ખરી ? તે હવે તપાસ ટીમના રિપોર્ટ બાદ સામે આવશે.