
જીલ્લામાં 33 ટકાથી વધુ નુકસાની પામેલ ખેડૂતોને એક હેકટરે 22 હજારની સહાય ચુકવવામાં શરૂ થઈ ગઈ.
સર્વે કરેલ ખેડૂતો સિવાયના ખેડુતોએ ભરેલ ફોર્મની સહાય મળશે નહિ.
પંચમહાલ જીલ્લામાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી 42 હજારની આસપાસ ખેડૂતોના પાકને નુકસાન ગયેલ તે ખેડૂતોને મળવા પાત્ર સહાય ચૂકવવાની શરૂ કરી દીધી છે. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર હોવાથી ફોર્મ ભરવા ઘણા બધા ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડધામ કરી રહ્યા હોવા સાથે 61 હજાર ઉપરાંત ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ ભર્યા જેની સામે 42 હજાર જેટલા ખેડૂતો નો સર્વે કરવામાં આવ્યો હોય ત્યારે બીજા અન્ય ખેડૂતોને સહાય મળશે કે નહીં તે પ્રશ્ર્ન ખેડૂતોમાં ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.
પંચમહાલમાં કમોસમી વરસાદથી જીલ્લા 42 હજાર ની આસપાસ ખેડૂતો ને 17850 હેક્ટર ના પાક ને નુકશાન થયું હતું. સહાય માટે અત્યાર સુધી 61 હજારથી વધુ ખેડૂતો ફોર્મ ભર્યા છે, પરંતુ ખેતી વાડી અધિકારી ન જણાવ્યા મુજબ સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને જ સહાય ની રકમ મળવાની છે તે શરૂ થઈ ગઈ છે, તેમ કહેતા બાકી રહેલ સર્વે વાળા ખેડૂતો સરકાર પાસે સહાય મળે તેવીઆશા રાખીને બેઠા છે. જોકે, જીલ્લામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે 135 ટીમો દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ જીલ્લામાં 33 ટકા વધુ નુકસાન થયું હોય તેવા 42 હજાર ખેડૂતોની 17850 હેકટર જમીનમાં નુકસાન થયાનું બહાર આવ્યું હતું. સરકાર એક હેકટર દીઠ રૂા.22 હજારની સહાય લેખે 17850 હેકટર મુજબ રૂા.39.27 કરોડની સહાય મળવાપાત્ર છે. સરકારે ફોર્મના ફોર્મ વીસી દ્વારા જમા કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 61 હજાર થી વધુ ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. સરકારે સહાયના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છતાં પંચમહાલમાં મોટાભાગના ખેડૂતોએ ફોર્મ જમા કરાવી દીધા છે. ગોધરા ધારાસભ્ય અને એપીએસમી દ્વારા રાજ્યના મંત્રીને રજુઆત કરીને બાકી રહેલ ખેડૂતોનો સર્વે કરવાની માંગ કરી હતી. તેથી સર્વે સિવાયના અન્ય ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. જીલ્લામાં સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને સહાયની રકમ બુધવારથી મળવાની ચાલુ થઇ ગઈ હોવા સાથે સહાયના 61 હજાર ફોર્મ જમા થયા હોય ત્યારે સર્વે કરેલ 42 હજાર ખેડૂતોને સહાય ચુકવાશે જ્યારે બીજા અન્ય ખેડૂતોએ જે ઓનલાઇન ફોર્મ ભર્યા તેમને સહાય કઈ રીતે ચુકવાશે તે એક પ્રશ્ર્ન પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યો હતો.
જીલ્લામાં 33 ટકા કરતાં ઓછું નુકસાન થયેલ હોય તથા સર્વે બાકી રહેલ ખેડુતોને સહાયની રકમ મળવા પર સવાલો થઇ રહ્યા છે.
(બોકસ:)….સહાય રકમની ચૂકવણી શરૂ થઈ ગઈ છે…..દસ્તાવેજ ના હોય તેવા ફોર્મ રીર્ટન થયા છે
જીલ્લામાં 61 હજાર ઉપરાંત ફોર્મ વીસીએ જમા કર્યા છે. તેમાંથી દસ્તાવેજ ના હોય તેવા ફોર્મ રીર્ટન થયા છે. સહાયની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી હતી. જીલ્લામાં સર્વેે થયેલ 42 હજાર ખેડૂતોને મળવા પાત્ર સહાય ચુકવવામાં આવશે,જ્યારે બાકીના ફોર્મ ભરેલ ખેડૂતોને સહાય મળશે કે નહિ તે પ્રશ્ર્ન ખેડૂતોમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.
(બોકસ: )
જીલ્લામાં 59762 ખેડૂતોએ ફોર્મ જમા કર્યા જીલ્લામાં તાલુકાવાર ખેડૂતોએ જમા કરેલ સહાયના ફોર્મના આંકડા જોઇઅ઼ે તો ઘોઘંબા તાલુકા 10892, ગોધરા તાલુકા 15046, હાલોલ તાલુકા 3866, જાંબુઘોડા તાલુકા 1983, કાલોલ તાલુકા 6320, મોરવા(હ) તાલુકા 8213 તથા શહેરા તાલુકા 15146 મળીને કુલ 61466 ખેડૂતોએ સહાયના ફોર્મ જમા કરાવ્યા છે.