પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ ૧૩ બાળ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં પંચમહાલના ૧૧ અને મહિસાગર જિલ્લાના ૨ દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં ૨ બાઇક દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે ૬ બાળક દર્દીઓનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. એમ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત આરોગ્ય વિભાગના નાયબ નિયામકે જણાવ્યુ હતુ. જિલ્લામાંથી એકત્રિત કરાયેલા સેન્ડફલાયના રિપોર્ટ પણ પોઝીટીવી જોવા મળ્યા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ સહિતની જરી કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, ગોધરાના મણિપુર ગામે પણ એક વર્ષના માસુમનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જેને પણ શંકાસ્દપદ ચાંદીપુરમ વાયરસની શકયતાઓ વચ્ચે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને ટીમે ત્યાં પહોંચી જરી કામગીરી કરી હતી.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ માથું ઉંચકી રહ્યો છે. જેને લઈ નાના બાળકોના વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા છે. જિલ્લામાં ચાંદીપુરમની લપેટમાં આવી ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નીપજયાં છે. જેમાંથી ૨ બાળકોના રિપોર્ટ ૫ોઝીટીવ આવ્યા હતા. ચાંદીપુરમ વાયરસને પગલે વડોદરાની આરોગ્ય વિભાગના આરડીડી ડો.સુરેશ જૈન ગોધરા ખાતે દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની વ્યવસ્થા અગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજી જરી સલાહ-સુચનો કરી વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળી હતી. નાયબ નિયામક ડો.સુરેશ જૈને મીડિયાને જણાવ્યુ હતુ કે, પંચમહાલ જિલ્લામાં કુલ ૧૩ બાળ દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી ૨ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જિલ્લાના ૧૧ અને મહિસાગર જિલ્લાના ૨ બાળ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૨ ચાંદીપુરમ પોઝીટીવ કેસોના સારવાર દરમિયાન મોત નીપજયાં હતા. જયારે ૧ બાળ દર્દીનુ શંકાસ્પદ ચાંદીપુરમ લક્ષણો સાથે મોત થયુ છે. સારવાર હેઠળના ૨ બાળ દર્દીઓને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. ૬ બાળ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવવાના બાકી છે. જે તમામ હાલ સારવાર હેઠળ છે. તેઓએ વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ અને ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.