પંચમહાલ પોલીસ અધિક્ષક ર્ડા. હરેશભા દુધાત, નાયબ પોલીસ અધિક્ષક એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ એ-બી ડીવીઝનની ઉપસ્થિતીમાં ગોધરામાં હેડકવાર્ટર પોલીસ તાલીમ ભવન ખાતે નાર્કોટીકસ, મિલ્કત વિદ્ધના ગુનાના આરોપીઓ માટે ‘મેન્ટર’ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ‘મેન્ટર’ પ્રોગ્રામમાં જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હાજર આરોપીઓને ગુનાખોરીની પ્રવૃતિ છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા સરળ અને હકારાત્મક માર્ગદર્શન આપ્યું. તેમજ અરોપીઓ ફરીથી ગુનાખોરીના માર્ગે ન વળે તેમજ નશાના કારોબાર સેવનથી દુર રહી સમાજમાં સન્માનજનક જીવન જીવી શકે અને શાંતિ જાળવવા સહકાર આપવા માટે જરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ‘મેન્ટર’ પ્રોજેકટ અંતર્ગત નાર્કોટીકસ અને મિલ્કત વિદ્ધના ગુનાના આરોપીઓ ૧૦૦ જેટલા અને તેઓ ઉપર નિમેલા મેન્ટર સભ્યો (પોલીસ) હાજર રહ્યા હતા. આ મેન્ટર મીટીંગમાં હાજર પોલીસ અધિકારીઓની બમાં હાજર આરોપીઓએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિમાં ન જોડાવવાની ખાતરી આપી હતી.