શહેરા તાલુકાના પોયડા શેરા ફળીયા રહેતા ફરિયાદી પોતાના ખેતરમાં લાકડા કાપેલા હોય તે ટ્રેકટરમાં ભરતા હતા. ત્યારે અરોપીઓ અમારી જમીન માંથી તે માટે ટ્રેકટર નિકળવાનું નહિ તેમ કહેતા ફરિયાદીએ પહેલાથી જવા આવવાનો રસ્તો છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
શહેરા તાલુકાના પોયડા શેરા ફળીયામાં રહેતા મેહુલભાઈ શંકરભાઈ બારીયા પોતાના ખેતરમાં લાકડા કાપેલા હોય અને ટ્રેકટરમાં ભરતા હતા. ત્યારે આરોપીઓ સંતોષભાઈ સોમાભાઈ બારીયા, મોહનભાઈ ફુલાભાઈ બારીયા, લક્ષ્મણભાઈ ફુલાભાઈ બારીયા, રોહિતભાઈ મોહનભાઈ બારીયા આવ્યા હતા અને અમારી જમીન માંથી ટ્રેકટર નિકળવાનું નહિ તેમ કહેતા ફરિયાદીએ પહેલાથી આવવા-જવાનો રસ્તો છે તો નિકળવાનું કેમ ના કહો છો. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વિશાલભાઈને પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. અન્ય આરીપોઓએ સુખીબેનને નીચે પાડી દઈ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.