પાલનપુરની ફરતે ૫૬૦ કરોડના ખર્ચે તૈયાર થશે ૨૪.૫ કિમી લાંબો બાયપાસ, બનાસકાંઠાની મોટી સમસ્યા હલ થશે

ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાનો હવે નિકાલ થવાનો છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસ તૈયાર થશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૧મી ડિસેમ્બરે પાલનપુર ખાતે પહોંચી પાલનપુરની ફરતે રૂ.૫૬૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ૨૪.૫ કિમી લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે જેને લઈ ટ્રાફિકથી ત્રાહિમામ પાલનપુરના શહેરીજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો સહિત હાઇવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે. દિલ્હી કંડલા નેશનલ હાઇવે પર આવેલું પાલનપુરનું એરોમા સર્કલ ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક જંકશન બન્યું હતું. જોકે આ ટ્રાફિક સમસ્યાએ શહેરીજનો માટે માત્ર ટ્રાફિક સમસ્યા જ ન હતી પરંતુ આ ટ્રાફિક સમસ્યા ધરાવતું એરોમા સર્કલ પાલનપુર વાસીઓ માટે મોતનું જંકશન પણ બન્યું હતું.

એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાને કારણે અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતોમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે અને તેને જ કારણે આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા અલગ અલગ રીતે સ્થાનિક લેવલેથી લઈ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરી આ ટ્રાફિક સમસ્યાના નિવારણની માંગ કરવામાં આવી હતી. અને તે બાદ હવે જે ટ્રાફિક સમસ્યાની સમગ્ર ભારતમાં નોંધ લેવાય છે તે ટ્રાફિક સમસ્યા ધરાવતું એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત બને તે માટે સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસનું નિર્માણ કરાશે.

મહત્વની વાત છે કે એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ શહેરીજનો છેલ્લા કેટલાય સમયથી એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા અલગ અલગ રીતે માંગ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાઈ અને તેને જ કારણે શહેરીજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ સરકાર દ્વારા હવે એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસનો નિર્ણય કરાયો અને હવે ૧૧મી ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંદાજિત ?૫૬૦ કરોડથી વધુના ખર્ચે અને ૨૪.૫ ાદ્બ લાંબો બનનાર બાયપાસનું ખાતમુહૂર્ત કરવા આવશે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.