નસવાડીના ભાખા નર્મદા વસાહત શાળાના ઓરડા જર્જરિત હોવાથી નવુ બિલ્ડિંગ બનાવવા માંગ

નસવાડી તાલુકાના ભાખા નર્મદા વસાહત ખાતે ધો.-1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા વર્ષો જુની છે. પ્રાથમિક શાળામાં માત્ર બે જ ઓરડાઓ છે.

આ બંને ઓરડા જર્જરિત અવસ્થામાં છે.શાળાનુ શોૈચાલય પણ જર્જરિત હાલતમાં છે. શાળાની પ્રોટેકશન વોલ પણ તુટી ગઈ છે. આખી પ્રા.શાળાનુ બિલ્ડિંગ નવુ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળા જર્જરિત હોવાના કારણે શાળાએ બાળકોને મોકલતા નથી. બાળકોને બીજી શાળામાં અભ્યાસ માટે મોકલવા પડે છે. આ શાળાના ઓરડા જર્જરિત છે. તેને નવીન બનાવવામાં આવે તો બાળકોને અહિંયા શિક્ષણ મળી રહે. જયારે શાળાની આચાર્યના જણાવ્યા અનુસાર શાળામાં 10ની રજીસ્ટાર સંખ્યા છે. પરંતુ હાલ 3 બાળકો છે. શાળાના બે ઓરડા હાલ જર્જરિત અવસ્થામાં છે.