છોટાઉદેપુર જિલ્લાના ચલામલીથી પાનવડ સુધીનો નવો માર્ગ સ્ટેટ આર એન્ડ બી વિભાગે બનાવ્યો છે. જેમાં મોરાડુંગરી પાસે એક પુલ બનાવ્યો હતો. જેમાં મઘ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ પોલ ન હટાવતા પુલની પેરાફિટની દિવલ બંને તરફ અધુરી મુકી દેવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના ચલામલીથી પાનવડ સુધીનો 25 કિ.મી.નો નવો રસ્તો સાત મીટરની પહોળાઈમાં 28 કરોડના ખર્ચે બનાવ્યો છે. તે વખતે અનેક પુલો અને નાળા બનાવ્યા હતા. પરંતુ રોડની સાઈડમાં મઘ્ય ગુજરાત વીજ કં5નીના વીજ પોલ હોવાથી તેને ખસેડવા માટે કામગીરી ન કરતા અનેક જગ્યાઓ ઉપર મુશ્કેલી સર્જાઈ હતી. મોરાડુંગરી પાસે 100 મીટર લાંબો પુલ બનાવ્યો છે. આ પુલની વચ્ચો વચ્ચ વીજ કંપનીના થાંભલા હતા. આ થાંભલા ન હટાવતા કોન્ટ્રાકટરે સમય મર્યાદામાં કામગીરી કરવા પુલની સાઈડમાં થાંભલા રાખીને કામગીરી પુરી કરી હતી. પેરાફિટની કામગીરીમાં થાંભલા વચ્ચે આવતા એની કામગીરી છોડવી પડી હતી. તે જગ્યા ખુલ્લી રહેતા કોઈ અકસ્માત સર્જાય અને આ જગ્યા ઉપરથી નીચે પટકાય તો ઈજાઓ થાય તેમ છે.