મણિપુર હિંસાના કેસોની સુનાવણી માટે બે ખાસ અદાલતો સ્થાપવામાં આવશે,સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર અને આસામની સરકારોને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે મળીને ૨૦૨૩ માં મણિપુરમાં વંશીય િંહસા સંબંધિત કેસોની સુનાવણી માટે બે ખાસ અદાલતો સ્થાપવાનું વિચારણા કરવા કહૃાું, જેની તપાસ સીબીઆઈ અને એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનની બનેલી બેન્ચે મણિપુરમાં વંશીય િંહસા સંબંધિત કેસોની તપાસની સ્થિતિ વિશે પૂછપરછ કરી. બેન્ચે એવો પણ નિર્દૃેશ આપ્યો કે જે કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેની માહિતી એક જગ્યાએ સંકલિત કરવામાં આવે. આનાથી પીડિતો, તેમના પરિવારો અને કાનૂની સલાહકારો સંબંધિત દસ્તાવેજો ઍક્સેસ કરી શકશે.

કોર્ટે આદૃેશ આપ્યો કે અધિકારીઓ બે અલગ-અલગ વિશેષ અદૃાલતો સ્થાપવાનો વિચાર કરે, એક મણિપુર િંહસા સંબંધિત સીબીઆઇ કેસોની સુનાવણી માટે અને બીજી એનઆઇએ કેસોની સુનાવણી માટે. સંબંધિત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આગામી સુનાવણી પહેલાં આ સંદૃર્ભમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો જોઈએ.

સીજેઆઇએ કહૃાું કે બેન્ચે તપાસ પર દૃેખરેખ રાખવા માટે એક મિકેનિઝમ સ્થાપિત કરી છે અને આવી તપાસ સંબંધિત રિપોર્ટ્સ અંગે સૂચનાઓ પણ જારી કરી છે. બેન્ચે નોંધ્યું કે એવા કિસ્સાઓ છે જેમાં ચાર્જશીટ પહેલાથી જદાખલ થઈ ચૂકી છે.

બેન્ચે કહૃાું, “એવી વિનંતી કરવામાં આવી છે કે તે કેસોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેમાં સંબંધિત કેસ નંબર અને કાર્યવાહીની સ્થિતિનો સમાવેશ થાય છે. આનાથી વકીલો અને સંબંધિત પરિવારો રિપોર્ટ્સ અને કાર્યવાહી સુધી પહોંચી શકશે. અમે આ વિનંતી સ્વીકારીએ છીએ અને નિર્દૃેશ આપીએ છીએ કે સંબંધિત માહિતી અને અહેવાલો એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.”

બેન્ચે કહૃાું, “અમે સીબીઆઇ અને એનઆઇએ દ્વારા તપાસ કરાયેલા કેસ અને ચાર્જશીટ દૃાખલ કરવામાં આવેલી કોર્ટના સ્ટેટસ રિપોર્ટ્સ પર પણ વિચાર કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે ખાસ ન્યાયાધીશો સીબીઆઇ અને એનઆઇએ કેસોની સુનાવણી કરી રહૃાા છે.”

બેન્ચે કહૃાું કે તેમની િંચતા એ જાણવાની છે કે શું આ કોર્ટો ફક્ત મણિપુર હિંસા સંબંધિત સીબીઆઇ અને એનઆઇએ કેસોની સુનાવણી કરી રહી છે કે શું તેમની પાસે અન્ય કેસ પણ પેન્ડિંગ છે. ત્યારબાદ બેન્ચે અધિકારીઓને મણિપુર િંહસા સંબંધિત સીબીઆઇ કેસ માટે એક અલગ ખાસ કોર્ટ અને એનઆઇએ કેસ માટે બીજી કોર્ટ સ્થાપવાનું વિચારવા કહૃાું.