
બાળકના સર્વાંગી વિકાસ માટે માતાનું દૂધ જ અમૃત: સ્તનપાનની સાચી પદ્ધતિ અને બોટલ ફીડિંગના જોખમો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જીલ્લામાં વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગપે જીલ્લાના વિવિધ કેન્દ્રો પર શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણને કેન્દ્રમાં રાખીને વિશેષ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવજાત શિશુઓ માટે માતાના દૂધના અનન્ય મહત્વને સમજાવવાનો અને સ્તનપાન અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.

આ ઉજવણી અંતર્ગત સુપોષણ સંવાદ દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ દરમિયાન સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે સીધો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. બાળકના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે જરી પોષક તત્વો તેમજ માતાના આરોગ્યની જાળવણી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોને પણ આ સંવાદમાં સાંકળવામાં આવ્યા હતા જેથી તેઓ ઘરના વાતાવરણમાં માતા અને બાળકને જરી સહયોગ આપી શકે.

કાર્યક્રમનું એક અત્યંત મહત્વનું પાસું સ્તનપાન કરાવવાની સાચી પદ્ધતિનું પ્રાયોગિક પ્રદર્શન હતું. ઘણીવાર યોગ્ય જાણકારીના અભાવે માતાઓને સ્તનપાનમાં મુશ્કેલી પડતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને શિશુને સ્તનપાન કરાવતી વખતે તેને યોગ્ય રીતે વળગાડવાની એટલે કે ‘લેચિંગ’ (કફભિંવશક્ષલ)ની સાચી રીત અને વિવિધ પોઝિશન વિશે જીવંત નિદર્શન દ્વારા માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું. આ પ્રાયોગિક તાલીમ દ્વારા માતાઓમાં આત્મવિશ્ર્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તકે શિશુને બોટલથી દૂધ પીવડાવવાથી થતા ગંભીર નુકસાન અને જોખમો અંગે પણ માતાઓને સાવચેત કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટલ ફીડિંગને કારણે શિશુમાં ચેપ (ઇન્ફેક્શન) લાગવાની શક્યતા વધી જાય છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિશુના સર્વોત્તમ વિકાસ માટે અન્ય કોઈપણ વિકલ્પ કરતા માત્ર અને માત્ર માતાનું દૂધ જ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન “બોટલ ફીડિંગને કહો ના, માત્ર માતાનું અમૃત સમાન દૂધ જ આપો હાના મંત્રને ગુંજતો કરવામાં આવ્યો હતો. મહીસાગર જીલ્લામાં યોજાયેલા આ સઘન જાગૃતિ અભિયાન દ્વારા માતાઓને સ્તનપાનના મહત્વ વિશે શિક્ષિત કરી, સુપોષિત સમાજની દિશામાં એક મજબૂત કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ ઉજવણી આગામી દિવસોમાં પણ જીલ્લાના વિવિધ સ્તરે ચાલુ રહેશે.