દાહોદમાં શાળાઓની સુરક્ષા અને રખડતાં શ્ર્વાનોના નિયંત્રણ અંગે કડક આદેશ

નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશો બાદ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને બિન-ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી નિયત પ્રોફોર્મામાં આધારભૂત પુરાવા સાથેનો અહેવાલ માંગવામાં આવ્યો.

દાહોદ જીલ્લામાં શાળાઓની સુરક્ષા અને રખડતાં શ્ર્વાનોના ત્રાસ અંગે વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટના તા. ૧૯/૦૫/૨૦૨૬ના ચુકાદા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશો અનુસાર રાજ્ય સરકારે આ વિષય પર કોર્ટમાં કમ્પ્લાયન્સ એફિડેવિટ રજૂ કરવાની હોવાથી જીલ્લાની તમામ શાળાઓને તાત્કાલિક ધોરણે જ‚રી માહિતી મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સૂચના પત્રોના આધારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ વિશેષ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

શાળા સંકુલ અને શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ રખડતાં શ્ર્વાનોના નિયંત્રણ માટે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સીધી સમીક્ષા નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યોએ પોતાના કેમ્પસની સ્થિતિ અંગેનો સચોટ અહેવાલ તૈયાર કરવાનો રહેશે. માહિતી મોકલવા માટેના મુખ્ય મુદ્દાઓમાં શાળાનું પૂ‚ં નામ, સરનામું, ડાયસ કોડ, સંકુલનું ક્ષેત્રફળ અને સ્થાનિક તંત્રના સહયોગથી રખડતાં શ્ર્વાનોને અટકાવવા માટે કરાયેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શાળાઓએ કમ્પાઉન્ડ વોલ, મુખ્ય દરવાજાની સ્થિતિ, સુરક્ષા અંગેના નિયમિત નિરીક્ષણ અહેવાલો અને જીઓ-ટેગ કરેલા તાજેતરના ફોટોગ્રાફ્સ ફરજીયાતપણે રજૂ કરવાના રહેશે. સુરક્ષા વ્યવસ્થાને સુચા‚ બનાવવા માટે શાળા કક્ષાએ એક નોડલ અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે, જેઓ આ સમગ્ર કામગીરી અને સંકલનની જવાબદારી સંભાળશે. શાળા સુરક્ષા સમિતિ દ્વારા યોજવામાં આવેલી બેઠકોની કાર્યવાહી નોંધ અને સ્થાનિક તંત્રને કરાયેલી રજૂઆતોના આધારભૂત દસ્તાવેજો પણ અહેવાલ સાથે જોડવાના રહેશે.

આ બાબત ન્યાયિક સમીક્ષા હેઠળ હોવાથી માત્ર આંકડાકીય કે વર્ણાત્મક માહિતી સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ દરેક વિગત સાથે પુરાવા જોડવા અનિવાર્ય છે. જો કોઈ શાળા તરફથી અધૂરી માહિતી અથવા વિલંબ થશે તો તેની સંપૂર્ણ કાનૂની જવાબદારી સંબંધિત શાળાના આચાર્ય અને સંચાલકની રહેશે. તમામ શાળાઓએ પોતાની સોફ્ટ કોપી ઈ-મેઈલ દ્વારા અને સહી-સિક્કા કરેલી હાર્ડ કોપી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ‚બ‚ જઈને અચૂક મોકલી આપવાની રહેશે.