
દાહોદ તાલુકા ના ખરેડી ખાતે આવેલ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા એકસો અગિયાર વૃક્ષો રોપી કાર્યક્રમ કરાયો હતો.
રોટરી ક્લબ ડાયમંડ દાહોદ ના પ્રમુખ રતન સિંગ બામણિયા,સેક્રેટરી લતાબેન સોલંકી,રોટરી ના સહાયક ગવર્નર હીરાલાલ સોલંકી, ક્લબ સદસ્યો પ્રદીપ રાઠોડ, મોનિકાબેન પટેલ, ગણપતભાઈ જાદવ ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સેન્ટરના પ્રશિક્ષણ લેતા સો કરતા વધુ યુવાનો વૃક્ષા રોપણ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉપસ્થિત યુવાનોને વુક્ષો થકી પર્યાવરણ ની જાળવણી કઇ રીતે કરી શકાય તેની જાણકારી હીરાલાલ સોલંકી એ આપી હતી.