
મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે આવેલ વીડિયો કોન્ફરન્સ હોલમાં જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સેવા સંકલ્પ અભિયાન તેમજ વારાણસી થી વડનગર યાત્રાના આયોજન સંદર્ભે ઉપસ્થિત નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જીલ્લા કલેક્ટરએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાતા કાર્યક્રમોની નિયમિત અને સમયસર ડેટા એન્ટ્રી સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. આ ઉપરાંત, વારાણસી થી વડનગર યાત્રા જ્યારે મહીસાગર જીલ્લામાંથી પસાર થશે, ત્યારે ટ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા તેમજ યાત્રાળુઓ માટેની સુવિધાઓ જળવાઈ રહે તે માટે ઉપસ્થિત તમામ અધિકારીઓને જરી માર્ગદર્શન અને સુચા વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપી હતી

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી.વી. લટા, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.