છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં મહિલા શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમે વિદ્યાલયની મુલાકાત લઈને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષિકાએ જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના ત્રણ જેટલા અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પહોંચી હતી.જેઓએ પ્રિન્સિપાલ તેમજ કર્મચારીઓ પાસેથી જરી દસ્તાવેજો અને રેકર્ડ મેળવી તપાસ શ કરી હતી. તપાસ ટીમે વિદ્યાલયમાં થયેલા ખર્ચ, વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ તેમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે જરી માહિતી મેળવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત વધુ તપાસ માટે કેટલાક કર્મચારીઓને જરી દસ્તાવેજો સાથે ફરીથી હાજર રહેવા માટે સુચના આપી હોવાનુ જાણવા મળ્યુ છે.