મેહલોલ કઠોડીયા ભગત ફળીયા ખાતે રહેતો દિલીપસિંહ કરણસિંહ રાઠોડ તેની મો.સા. નં.GJ-23-BG-5547લઇને મહેલોલ ગામે સુથારી કામ અર્થે ગયેલ હતો. જે કામ પતાવીને પરત ઘરે આવતો હતા. તે દરમ્યાન સાંજના સમયે આશરે છ થી સાત વાગ્યાના અરસામાં મહેલોલ થી રાયસીંગપુરા રોડ ઉપર મહેલોલ તળાવ નજીક આવતા પોતાની બાઇકનુ સંતુલન ગુમાવતા પોતાની કબજાની બાઇક સ્લીપ ખાઈ જતા માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. જેથી તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ આવી ગઇ હતી અને તેને એમ્બ્યુલન્સ મારફતે સીવીલ હોસ્પીટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યો હતો અને દવા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને દિલીપસિંહ ને વધારે ગંભીર ઇજાઓ થયેલ હોવાથી બીજા દીવસે વહેલી સવારે ગોધરા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો હતો અને વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલમાં દવા દવા સારવાર દરમ્યાન મોત નિજપ્યું હતું. જેથી તેના પરિવારમાં ગમગીની અને માતમ છવાયો હતો અને તેના પરિવાર દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેથી વેજલપુર પોલીસે મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.