
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવારે બીએમસી સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. મહારાષ્ટ્ર ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારે અને રાજ્ય ચૂંટણી કમિશનના સચિવ સુરેશ કાકાણીએ એક પત્રકાર પરિષદ સંબોધી અને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાશે.
મહારાષ્ટ્રમાં મ્સ્ઝ્ર સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે બીએમસી સહિત તમામ ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાશે. ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ થશે અને ચૂંટણીના પરિણામો બીજા દિવસે, ૧૬ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
સંપૂર્ણ ચૂંટણી સમયપત્રક
નામાંકન ભરવાની તારીખો – ૨૬ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫
નામાંકન પત્રોની ચકાસણી – ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫
ઉમેદવારો પાછા ખેંચવાની તારીખ – ૨ જાન્યુઆરી, ૨૦૨૬
ચૂંટણી પ્રતીક વિતરણ અને અંતિમ ઉમેદવાર યાદી – ૩ જાન્યુઆરી, ૨૦૨૬
મતદાન તારીખ – ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬
મત ગણતરી – ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬
ઇવીએમ દ્વારા મતદાન હાથ ધરવામાં આવશે
મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન ઈફસ્ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં કુલ ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે, અને આ ચૂંટણી કુલ ૨,૮૬૯ કાઉન્સિલરોને ચૂંટશે. ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત બાદ, સોમવારથી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મતદાનની તારીખના ૨૪ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.
એવી માહિતી આપવામાં આવી છે કે જે લોકોના નામ મતદાર યાદીમાં ડુપ્લિકેટ હશે તેમના નામની આગળ ડબલ સ્ટાર લગાવવામાં આવશે. તેમને લેખિતમાં જણાવવાનું કહેવામાં આવશે કે તેઓ કયા મતદાન મથક પર મતદાન કરશે, અને એક સોગંદનામું પણ લેવામાં આવશે.