
મહીસાગર જિલ્લામાં એક પછી એક પોલીસ કર્મીઓની દારૂના ગુનામાં સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયાની હજુ શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ લુણાવાડા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અને પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈ એચ.જી. ખરાડીએ દારૂના નશામાં પોતાની કાર ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો. પોલીસવડા સફિન હસને પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
લુણાવાડાના ભાયાસર હાઈવે પર રોડની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધ મનસુખભાઈ નાયકને પીએસઆઈ એચ.જી. ખરાડીએ પોતાની કારથી પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
નશામાં ધૂત પીએસઆઈએ માત્ર વૃદ્ધને જ નહીં, પરંતુ ત્યાંથી પસાર થતી અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નશાની હાલતમાં રહેલા પીએસઆઈને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધ મનસુખભાઈ નાયકને લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે.
લુણાવાડા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી નશાખોર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા પીએસઆઈનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટેની તજવીજ શરૂ કરાઇ છે.
પીએસઆઇ દારૂ કયાંથી લાવ્યા ? મહીસાગર જિલ્લા પોલીસ વડા શફીન હશને કાર્યભાર સંભાળતાની સાથે જદારૂબંધીના કડક અમલની જાહેરાતો કરી હતી. પરંતુ અગાઉ એક પોલીસ કોન્સ્ટેબલદારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. ત્યાં જ બીજા અધિકારી એ નશાની હાલતમાંબેફામ વાહન ચલાવી અકસ્માત સર્જયો હતો. પોલીસ વિભાગના પોતાના જઅધિકારીઓ નશામાં ચૂર થઈ કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે.ત્યારે પીએસઆઇક્યાંથી દારૂ લાવ્યાં ? તે તપાસ નો વિષય બન્યો છે.
યુવકને ઢોર માર માર્યાના ફોટા વાયરલ થયા હતાં ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટ બેલ્ટના મુદ્દે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામા ઇજાગ્રસ્ત યુવકના ફોટા વાયરલ થતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. ઘટનાની જાણ જિલ્લા પોલીસ ને થતા સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ ખોટી અને પાયાવિહોણી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તપાસ કરતા આવી કોઈ ઘટના ન બની હોવાની માહિતી આપી હતી.