લીમડી બસ સ્ટેન્ડ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

આજરોજ તારીખ ૩૧ મે વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ગાયત્રી પરિવાર લીમડી દ્વારા લીમડી બસ સ્ટેન્ડ ખાતે સવારના ૮:૦૦ કલાકે કરવામાં આવેલ છે. બસ સ્ટેન્ડમાં આવતા જતા તમામ ભાઈ-બહેનોને તમાકુ બીડી સિગારેટ પાન ગુટખા થી થતા નુકસાન વિશે જાણકારી આપી તથા તેઓને વ્યસન મુક્ત બનવાની પ્રેરણા સાથે વ્યસનમુક્તિ પુસ્તિકા આપવામાં આવેલ છે તમાકુના વ્યસનથી થતા વિવિધ પ્રકારના કેન્સર , લકવો, હાર્ડ એટેક, પાચનતંત્રના રોગો, શ્ર્વસનતંત્રના રોગો વિશેના પોસ્ટર બતાવી પોતે વ્યસન મુક્ત બનવા, પોતાના પરિવારને પોતાના સમાજને તથા દેશને રોગ રહેશે વ્યસન મુક્ત બનવા અપીલ કરવામાં આવી છે. વ્યસન મુક્ત બનવાથી ‚પિયાની બચત થશે શરીર નીરોગ રહેશે ઘરમાં પ્રેમ અને સુખ શાંતિ વધશે તથા ઘરમાં ખુશાલી આવશે. વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત સૌને આ અભિયાનમાં સહયોગ અને સહકાર આપવા ગાયત્રી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.