
-આધુનિક આરોગ્ય સુવિધાઓ સાથે ટૂંકા સમયમાં લોકવિશ્ર્વાસ જીતનાર આદિ હોસ્પિટલની અનોખી પહેલ.
ઝાલોદ શહેરમાં વિશ્ર્વકર્મા મંદિર સામે આવેલ આદિ હોસ્પિટલ દ્વારા શનિવારે રાહત દરે તપાસ અને ફુલ બોડી ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આશરે ૧૦૦ જેટલા નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને સમયસર રોગોનું નિદાન થઈ શકે તે હેતુથી આયોજીત આ કેમ્પને નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
આદિ હોસ્પિટલના ડો. મિત પટેલ (એમ.ડી. મેડિસીન)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય તપાસો કરવામાં આવી હતી. હોસ્પિટલમાં હૃદયરોગ, ડાયાબિટીસ, હોર્મોનલ સમસ્યાઓ, ફેફસાંના રોગો, સાંધાના રોગો, મગજના રોગો, કિડની અને પેશાબને લગતી તકલીફો, લીવર તથા પેટ-આંતરડાના રોગો સહિત વિવિધ બીમારીઓના નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
કેમ્પ દરમિયાન ફુલ બોડી ચેક-અપ પેકેજ ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જેમાં CBC, HbA1c, Lipid Profile, LFT, RFT, Thyroid Profile (T3, T4, TSH), Iron Profile, Vitamin B12, Vitamin D3, HS-CRP અને ડાયાબિટીસ સહિતના અગત્યના ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ તપાસો અમદાવાદની જાણીતી એક્યુટેસ્ટ પેથ લેબ દ્વારા કરવામાં આવી હતી.
આદિ હોસ્પિટલમાં દરેક પ્રકારની સારણગાંઠના ઓપરેશન, હરસ-મસા અને ભગંદરની અદ્યતન પદ્ધતિથી સારવાર તેમજ વિવિધ સર્જરી સેવાઓ ઉપલબ્ધ છે. અનુભવી તબીબો, આધુનિક મેડિકલ સાધનો અને દર્દીકેન્દ્રિત અભિગમના કારણે હોસ્પિટલ ટૂંકા સમયમાં લોકોનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહી છે.
કેમ્પમાં હાજર રહેલા દર્દીઓએ હોસ્પિટલની સુવિધાઓ અને તબીબી સેવાની પ્રશંસા કરી હતી. દર્દીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવા ટેસ્ટ માટે વધુ ખર્ચ થતો હોય છે, પરંતુ આદિ હોસ્પિટલ દ્વારા ખૂબ જ રાહત દરે ફુલ બોડી ચેક-અપની સુવિધા ઉપલબ્ધ કરાવાતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને વિશેષ લાભ મળ્યો છે. એક દર્દીએ જણાવ્યું હતું કે, “એક જ સ્થળે અનેક જરી ટેસ્ટ અને નિષ્ણાત ડોક્ટરની સલાહ મળવાથી સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે. હોસ્પિટલનો સ્ટાફ પણ ખૂબ સહકાર આપનાર અને વ્યવસ્થિત હતો.” અન્ય એક લાભાર્થીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના કેમ્પો નિયમિત યોજાય તો લોકો સમયસર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી શકે અને ગંભીર બીમારીઓથી બચી શકે. આદિ હોસ્પિટલની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.
દર્દીઓએ હોસ્પિટલના સ્વચ્છ વાતાવરણ, આધુનિક સુવિધાઓ અને ડો. મિત પટેલના માર્ગદર્શનની પણ પ્રશંસા કરી હતી. કેમ્પમાં હાજર મોટાભાગના લોકોએ ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની માંગ કરી હતી.
ઝાલોદમાં શ થયાને ટૂંકો સમય થયો હોવા છતાં આદિ હોસ્પિટલએ પોતાની ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ, દર્દીકેન્દ્રિત અભિગમ અને આધુનિક સારવાર પદ્ધતિઓના કારણે નાગરિકોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે સતત નવી પહેલો દ્વારા હોસ્પિટલ લોકોનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહી છે.
સ્થાનિક નાગરિકોએ પણ આ પ્રકારના આરોગ્ય કેમ્પો વધુ પ્રમાણમાં યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કેમ્પ દ્વારા લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.