લવકુશની મોક્ષસ્થળી અને ગુજરાતની પવિત્ર સિદ્ધધરા પાવાગઢમાં ભવ્ય જેનેશ્ર્વરી દીક્ષા કાર્યક્રમનો આરંભ

સમાધિ સમ્રાટ સંત શિરોમણી આચાર્ય ભગવંત શ્રીવિદ્યાસાગરજી મહામુનિરાજના પ્રમુખ પરમ પ્રભાવક શિષ્ય અભિક્ષણ જ્ઞાન ઉપયોગી પ્રાકૃત ભાષા મર્મગ્ય અને અર્હમ યોગ પ્રણેતા પરમ પૂજ્ય મુની ૧૦૮ પ્રણમ્ય સાગરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય સમય સાગરજી મહારાજના મંગલ આશીર્વાદથી લવકુશ સહિત પાંચ કોડી મુનિરાજોની નિર્વાણ ભૂમિ પાવાગઢમાં આજે તારીખ ૧૦ થી પ્રથમ વખત ભવ્ય જૈનેશ્ર્વરી દીક્ષા આપવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ શહિત દેશમાંથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટીયા છે. આ અધ્યાત્મિક અને વૈરાગ્યમય મહામહોત્સવ પોતાનામાં એક અનુઠો અને અદ્વિતીય આયોજન છે. ગુજરાતની આ પુણ્ય ધરા પર પ્રથમ વખત સ્વર્ણીમ અક્ષરોથી ઈતિહાસ લખાશે, સુંદર મનોરથ અને હૃદય સ્પર્શી વૈરાગ્ય વર્ધક વાતાવરણમાં ગુ‚દેવ પ્રણમ્ય સાગરજી મહારાજ પોતાના શિષ્યો એલક અનુનય સાગરજી, અનુ‚પ સાગરજી અનુગમ્ય સાગરજી અને અનુસંગ સાગરજીને દીક્ષા આપવા માટે પોતાના મુખારવિંદથી મંત્રોચ્ચાર કરી મુની દીક્ષાના પુનિત પાવન સંસ્કાર આપશે. આ સંયમ મહોત્સવ માં મોટી સંખ્યામાં દેશમાંથી શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે અને આ દીક્ષા મહોત્સવનો લાભ લઈ રહ્યા છે.