કેનેડાના કેલગરીમાં એક પંજાબી દપતીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. ઉત્તરપૂર્વ કેલગરીના રેડસ્ટોન વિસ્તારમાં રહેતા એકમવીર િંસહ અને તેની પત્ની જાસ્મીન કૌરના મૃતદૃેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યા છે.
મૃતક દૃંપતી મૂળ પંજાબના જગરાવ વિસ્તારના ચોકીમાન ગામના હોવાનું કહેવાય છે અને કેનેડાના રેડસ્ટોન વિસ્તાર નજીક રહેતા હતા. આ ઘટનાથી સ્થાનિક પંજાબી સમુદૃાયમાં ઊંડો શોક ફેલાયો છે.
કેલગરી પોલીસ સેવાએ આ કેસને શંકાસ્પદૃ જાહેર કર્યો છે અને તેની સંપૂર્ણ તપાસ શ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે, પોલીસ સંભવિત ગુનાહિત ષ્ટિકોણને નકારી રહી નથી, જોકે મૃત્યુના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ અધિકારીઓ કહે છે કે કેસના દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પડોશીઓ અને સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના અંગે ઊંડી ચિતા વ્યક્ત કરી છે અને તેને અત્યંત આઘાતજનક ગણાવી છે.
કેલગરી પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે આ કેસ સંબંધિત કોઈપણ માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિએ તેમનો ૪૦૩-૨૬૬-૧૨૩૪ પર સંપર્ક કરવો જોઈએ. જેઓ અનામી રહેવા માંગતા હોય તેઓ ૧-૮૦૦-૨૨૨-૮૪૭૭ પર ક્રાઈમ સ્ટોપર્સને માહિતી આપી શકે છે.