કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં બેંગલુરુ નાગરિક ચૂંટણીઓ ૩૧ ડિસેમ્બર સુધી મુલતવી રાખવા અપીલ કરી

કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટને ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી હેઠળ મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવા વિનંતી કરી છે. સરકારે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને કારણ તરીકે ટાંક્યૂ હતું. સુપ્રીમ કોર્ટે અગાઉ રાજ્ય સરકારને કોઈપણ કિંમતે ૩૧ ઓગસ્ટ સુધીમાં બેંગલુરુ નાગરિક ચૂંટણીઓ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જાકે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાર યાદીના ખાસ સુધારાને કારણે સમયમર્યાદા પૂરી કરવી અશક્ય છે.

સરકારના જણાવ્યા મુજબ,જીબીએ ચૂંટણીઓ યોજવા માટે આશરે ૫૬,૦૦૦ અધિકારીઓની જરૂર છે. આમાં બૂથ-લેવલ ઓફિસર્સનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ડોર-ટુ-ડોર સ્પેશિયલ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સમાં રોકાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બેંગલુરુમાં ૧૦.૩ મિલિયનથી વધુ મતદારો છે.એસઆઇઆર પ્રક્રિયામાં મતદાર ગણતરી ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ચકાસણીનો સમાવેશ થાય છે, જેના પરિણામે ચૂંટણીની તૈયારીઓ માટે અપૂરતા માનવ સંસાધન છે. આના આધારે, ગ્રેટર બેંગલુરુ ઓથોરિટીના ચીફ કમિશનરે સુપ્રીમ કોર્ટને ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવા વિનંતી કરી છે.

આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે રાજ્ય સરકાર કોર્ટના નિર્દેશોનું પાલન કરી રહી છે, પરંતુ એસઆઇઆર અભિયાનને કારણે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું, “કોર્ટે અમને પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.એસઆઇઆર અભિયાનને કારણે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ છે. મેં આ બાબત અધિકારીઓ પર છોડી દીધી છે. એક રાજકીય પક્ષ તરીકે, અમે ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યા છીએ.”હકીકતમાં, રાજ્ય સરકારે અગાઉ બેંગલુરુ મ્યુનિસિપલ ચૂંટણીઓ મુલતવી રાખવા માટે વિવિધ કારણો આપ્યા છે. ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી એક્ટ હેઠળ ય્મ્છ હેઠળ પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ચૂંટણીઓ યોજાવાની છે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચૂંટણીઓમાં સતત વિલંબ પર નારાજગી વ્યક્ત કરી અને રાજ્ય સરકારને વારંવાર મુલતવી રાખવાના કારણો વિશે પ્રશ્ન કર્યો. અગાઉ, સુપ્રીમ કોર્ટે ચૂંટણીઓ મુલતવી રાખવા માટે વિલંબિત યુક્તિઓ અપનાવવા બદલ કર્ણાટક સરકારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે છેલ્લે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ ની સમયમર્યાદા આપી હતી, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વધુ કોઈ વધારો આપવામાં આવશે નહીં.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે વધુ કોઈ વધારો આપવામાં આવશે નહીં. તે સમયે, કર્ણાટક સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વસ્તી ગણતરીના કાર્ય અને મતદાર યાદીઓના વિશેષ સુધારાને કારણે સ્ટાફની અછતનો હવાલો આપીને સમયમર્યાદા વધારવાની વિનંતી કરી હતી.