કાલોલ તાલુકા મામલતદાર કચેરી ખાતે પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૦ અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, કુલ ૧૦ અરજદારોમાંથી સૌથી વધુ ૮ અરજદારો એકલા વેજલપુર ગામના હતા. વેજલપુર ગામના અરજદારોએ સુનાવણીમાં બ હાજર રહીને ગામના વિવિધ પડતર પ્રશ્નો અને વહીવટી અડચણો અંગે પ્રાંત કલેક્ટર સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી. વેજલપુર ગામના અરજદારોએ સુનાવણીમાં બ હાજર રહીને ગામના વિવિધ પડતર પ્રશ્નો અને વહીવટી અડચણો અંગે પ્રાંત કલેક્ટર સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વેજલપુર ગામની મોટાભાગની અરજીઓ ગામના વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ ગૌચર અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા પાકા દબાણોને લગતી હોવાનું સામે આવ્યું છે. એક જ ગામ માંથી આટલી મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર અને દબાણોની ફરિયાદો ઉઠતા સ્થાનિક ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સ્વાગત કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો વેજલપુર ગ્રામ પંચાયતના હાલના સરપંચ સામે થયેલી ફરિયાદ રહી હતી. એક જાગૃત અરજદારે પ્રાંત કલેક્ટર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરતા આક્ષેપ કર્યો હતો કે, વેજલપુર ગ્રામ પંચાયતના હાલના સરપંચ દ્વારા જ ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જેમના પર ગામની સરકારી અને ગૌચર જમીન સાચવવાની જવાબદારી છે, તેમના પર જ દબાણના આક્ષેપો લાગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાંત કલેક્ટરે તમામ અરજદારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. એક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક જીલ્લા અને તાલુકા પંચાયત સહિત ગ્રામ પંચાયત ના સરપંચો ને ગૌચર જમીન ખુલ્લી કરવા આદેશ આપવામાં આવ્યા, જેમાં મુખ્ય સરપંચોને ગૌચર જમીનો ખુલ્લી કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને સરપંચ કાર્યવાહી ન કરેતો તેઓ સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ પોતે ગૌચર જમીન ઉપર કબજો કરીને બેઠા હોવાના લેખિત પુરાવા સાથે વેજલપુર ગામના અરજદાર દ્વારા તાલુકા સ્વાગતમાં તેમજ વિવિધ કચેરીઓમાં અનેક વખત પુરાવા સાથે રજુઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી તંત્ર દ્વારા ગુજરાત સરકાર ના નવા આદેશ મુજબ પંચમહાલ જીલ્લા પ્રશાસન ક્યાં પકાર ની કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહયું.
પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટ સામે ઉઠ્યા સવાલો ખુદ સરપંચ પર ગૌચરની જમીન પર દબાણ કર્યાનો આક્ષેપ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો.
વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ ગૌચર જમીનનો બારોબાર ઠરાવ કર્યો તાલુકા તંત્ર ધોર નિદ્રામાં વેજલપુર ગ્રામ પંચાયત સભ્યોને જાણ કે પછી અંજાણ વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટી એ ગૌચર જમીનનો બારોબાર ઠરાવ કરી સત્તાનો દુર ઉપયોગ કર્યો તેમ છતાં જીલ્લા કલેક્ટર અને મામલતદારનું ભેદી મૌન.