
મહારાષ્ટ્રમાં હુમલાના એક દિવસ પછી, શિરોમણી અકાલી દળ (એસએડી)ના વડા સુખબીર સિંહ બાદલે કહ્યું કે આવી ઘટનાઓ પાછળની શક્તિઓ પંજાબમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ભારપૂર્વક કહ્યું કે તેઓ આવું થવા દેશે નહીં. તેમના પિતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનો ઉલ્લેખ કરતા, સુખબીરે કહ્યું કે તેમના પિતાએ ક્યારેય આવી શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી અને હંમેશા સમુદાયો અને પ્રદેશો વચ્ચે સુમેળ માટે ઉભા રહ્યા છે. તેમણે કહ્યું,
“હું ડરતો નથી. અમારા માટે, પંજાબ અને દેશનો વિકાસ સર્વોપરી છે. અને સાંપ્રદાયિક સંવાદિતા અને ધાર્મિક સંવાદિતા પણ સર્વોપરી છે.”તેમણે કહ્યું, “મારા પિતાએ આ દળો સામે ક્્યારેય સમાધાન કર્યું નહીં. તેઓ હંમેશા બધા સમુદાયો અને પ્રદેશોના લોકો સાથે અને ખુશીથી રહે તેની હિમાયત કરતા હતા. તેથી જ, જ્યારે પણ મારા પિતા મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખ્યો અને બધા પ્રદેશોનું સન્માન કર્યું.” સુખબીરે કહ્યું કે ભૂતકાળમાં તેમની સામે આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આરોપ લગાવ્યો કે તે જ દળોએ ફરીથી આવું કરવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે કહ્યું, “આ દળો, જે ભૂતકાળમાં સક્રિય રહી ચૂક્્યા છે અને એક વર્ષ પહેલા પણ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે ફરીથી આવું કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનો ઉદ્દેશ્ય પંજાબની પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો અને શાંતિમાં ખલેલ પહોંચાડવાનો છે, જે અકાલી દળના પ્રમુખ તરીકે હું ક્યારેય થવા દઈશ નહીં. મારા પિતાએ પણ ક્યારેય આવું થવા દીધું નહીં.”સુવર્ણ મંદિરમાં થયેલી અગાઉની ઘટના અને તાજેતરમાં તખ્ત હઝુર સાહિબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા સુખબીરે કહ્યું, “બંને વખત મારા પર સૌથી પવિત્ર સ્થળોએ હુમલો થયો હતો. પહેલી વાર સુવર્ણ મંદિરમાં અને બીજી વાર તખ્ત ગુરુદ્વારામાં. અને મેં હંમેશા કહ્યું છે કે જા ગુરુ સાહેબનો હાથ તેમના માથા પર હશે, તો તેઓ કંઈ કરી શકશે નહીં.” તેમણે ઉમેર્યું, “તમે ગમે તેટલી મહેનત કરો, બધું ભગવાનના હાથમાં છે.”