
હાલોલ તાલુકામાં પાવાગઢ-શિવરાજપુર રોડ પર છાજ દિવાળી નજીક બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને બાઈકચાલકોને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
સામેથી આવતી બાઈક સાથે જોરદાર ટક્કર પ્રાપ્ત વિગતો મુજબ, કદવાલ તાલુકાના પાણી માઇન્સના રહેવાસી સુરેશભાઈ રાઠવા હાલોલથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન છાજ દિવાળી નજીક સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે તેમની બાઈકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈકચાલકો રસ્તા પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
વાહનચાલકોએ માનવતા દાખવી મદદ કરી અકસ્મતનો બનાવ બનતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવાની સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જાણ થતાં જ ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
બંનેને વધુ સારવાર માટે રેફર કરાયા હાલોલ સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, બંનેની ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘોઘંબા તાલુકાના ૨૫ વર્ષીય જગદીશ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સુરેશભાઈ રાઠવાને વધુ સારવાર માટે બોડેલી ખાતે રેફર કરવામાં આવ્યા છે.