
પંચમહાલ જીલ્લામાં વરસેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીની તોતિંગ આવક નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે હડફ ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા લ લેવલ જાળવી રાખવા તબક્કાવાર પાણી છોડવામાં આવ્યુ હતુ.ડેમના ૩ ગેટ ૪ ફૂટ સુધી ખોલીને ૧૬,૩૬૮ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી, તંત્ર દ્વારા સાવચેતીના ભાગપે નદી કિનારે આવેલા તમામ નીચાણવાળા ગામોના રહીશોને નદી પટ તરફ ન જવાની કડક અપીલ કરવામાં આવી હતી.
પંચમહાલ જીલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર પુન:એન્ટ્રી કરતાં જીલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની તોતિંગ આવક નોંધાઈ હતી. વરસાદી માહોલ જામતાં જ ખેડૂતો અને સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી હતી,હડફ ડેમના ઉપરવાસમાં વરસાદની હેલી થતા સારી એવી પાણીની આવક નોંધાવવા સાથે જળાશય છલોછલ ભરાઈ જવાની આરે પહોંચ્યો હતો હડફ ડેમની જળસપાટીમાં સતત અને ઝડપી વધારો નોંધાતાં ડેમની સલામતી અને લ લેવલ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ તથા જીલ્લા તંત્ર દ્વારા જળાશય માંથી પાણી છોડવાનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેમનું વોટર લેવલ નિયંત્રણમાં રાખવાના ભાગપે તબક્કાવાર પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.હડફ ડેમના ૩ ગેટ ૪ ફૂટ સુધી ખોલીને કુલ ૧૬,૩૬૮ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો પાનમ નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પાનમ નદીમાં ૧૬ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં જ સ્થિતિની ગંભીરતા સમજીને પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે એલર્ટ મોડ પર આવી ગયું હતું. પાનમ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને મામલતદાર કચેરી દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. નદીના વહેણ ક્ષેત્રમાં અને કિનારે આવેલા તમામ નીચાણવાળા ગામોના સરપંચો, તલાટીઓ અને ગ્રામજનોને અગમચેતીના ભાગપે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.સાથે તંત્ર દ્વારા પાનમ નદીના પટ તરફ કે કિનારે ન જવાની કડક સૂચના અને અપીલ કરવામાં આવી હતી.તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવા સાથે જળાશયના ઉપરવાસમાં વરસાદ શ રહેતા હડફ ડેમમાંથી તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું હતું. એક તરફ વરસી રહેલા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ થયો હતો તો બીજી તરફ જીલ્લા વાસીઓને ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી મુક્તિ મળી હતી.