ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, મોંઘવારીનો લાગ્યો ડામ

સિંગતેલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મગફળીની નવી આવક સાથે યાર્ડોમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. લગ્નની સિઝન અને બારમાસી સિંગતેલ ભરવાની સિઝન વચ્ચે હવે સિંગતેલના ડબ્બાના ભાવમાં ૨૧૦ રૂપિયાનું ઉછાળો નોંધાયો છે.

યાર્ડ બજારમાં મગફળીના ભાવ પણ તેજી સાથે વયા છે, જે ઉત્પાદન અને માંગ વચ્ચેના સંતુલનને દર્શાવે છે. હાલ મગફળીના ભાવ પ્રતિ મણ ૨૦૦ રૂપિયાથી વયા છે જેના કારણે તેલના ઉત્પાદકો અને વેચાણકારો માટે બજારમાં ભાવ વધારો નોંધાયો છે.

આ દરમિયાન ૧૫ કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૧૫ રૂપિયાથી વધીને ૨૬૨૫ રૂપિયાને પહોંચી ગયો છે. ખાસ કરીને ઓર્ગેનિક અને ઘાણીના સિંગતેલના ડબ્બા બજારમાં ૩૦૦૦ રૂપિયાના ભાવ સુધી પહોંચ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા બજારમાં તેજીનો પ્રવાહ ચાલુ રહેવાની આશા છે, ખાસ કરીને લગ્ન અને તહેવારની સિઝનમાં સિંગતેલની માંગ વધુ રહેવાની સંભાવના છે. વપરાશર્ક્તાઓ માટે પણ આ ભાવ વધારો યાનમાં લેવો મહત્વપૂર્ણ છે.