
ગરબાડા પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ચાર બાઇક ચોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા.
ગરબાડા તાલુકામાં અનેકવાર બાઈક ચોરીની ઘટના બની છે. અને તેના સીસીટીવી પણ ઘણીવાર સામે આવ્યા છે. પરંતુ આ બાઈકો ની ચોરી કરનાર તસ્કરો ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશના હોવાના કારણે અનેકવાર પોલીસઆ બાઈક તસ્કરોને શોધવામાં લોહડાના ચણા ચાખવાનો વારો આવ્યો હતો, પરંતુ પોલીસ આ તસ્કરોને ઝડપી પાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા હતા અને આખરે આ બાઈક ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની ગેંગ ગરબાડા પોલીસના હાથે ઝડપાઈ હતી ગરબાડા પોલીસ મથકના પી.આઈ. એસ.એમ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ગેંગને ઝડપી પાડવામાં ગરબાડા પોલીસને સફળતા મળી હતી. જેમાં ગરબાડા પોલીસની ટીમે ગાંગરડી ના શરાબની ફળિયામાંથી આ ત્રણ ચોરીની મોટરસાયકલ રિકવર કરી હતી.
આ તસ્કરોએ ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે બાઇકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને બાઈક ચોરીને ફરાર થઈ ગયા હતા. જેમાં બે બાઈક ગરબાડા મેન બજાર તેમજ એક બાઈક ગરબાડાના નિમચ ગામ ખાતેથી ચોરી હોવાનું આ ગેંગ દ્વારા કબૂલવામાં આવ્યું હતું.
ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના ચાર આરોપી રાજદીપ કેશવાભાઈ મીનામા , કુલદીપ કેશવા મીનમાં , શ્યામસિંગ દરૂભાઈ ભુરીયા, મુકેશભાઈ દીતીયાભાઈ ભુરીયાને ઝડપી પાડ્યા હતા. ગરબાડા પોલીસે એક લાખ દસ હજાર કિંમતની ત્રણ મોટરસાયકલ તેમજ આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળે કુલ 1 લાખ 20 હજાર રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આમ, ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલની ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી