ગુજરાતમાં બે દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી

ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જોરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદૃી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૃૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદૃાવાદૃ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ ,પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદૃેપુર, ભ‚ચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદૃ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદૃની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદૃરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદૃેપુર, ભ‚ચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુ‚વારે સવાર સુધી નોંધાયેલા વરસાદના ૨૪ કલાકના આંકડા જોઈએ. ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેિંટગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્ર્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહૃાો છે. દૃેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે. પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદૃ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદૃેપુરના કદૃવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદૃ સાથે નોંધપાત્ર ભીનાશ જોવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દૃાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દૃેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.